ભાગ્યે જ જોયો હશે કૂતરા-બિલાડીનો આવો ફની વીડિયો, તોફાની બિલાડીની આ સ્ટાઇલ લોકોને આવી રહી છે પસંદ

|

Feb 21, 2022 | 4:29 PM

સૂતેલા કૂતરાને પરેશાન કરતી બિલાડીનો એક ખૂબ જ રમુજી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. આને જોયા બાદ યુઝર્સ પણ હસવા લાગ્યા છે.

ભાગ્યે જ જોયો હશે કૂતરા-બિલાડીનો આવો ફની વીડિયો, તોફાની બિલાડીની આ સ્ટાઇલ લોકોને આવી રહી છે પસંદ
cat and dog viral video ill make you laugh louder(Image-Twitter)

Follow us on

સોશિયલ મીડિયાની દુનિયામાં કૂતરા અને બિલાડીઓના (Cats and dogs videos) કેટલાક વીડિયોમાં બંને વચ્ચેના નોકઝોક જોવા મળે છે. કેટલાક વીડિયો તો એવા ફની (Cat funny video) હતા કે તમે હસી-હસીને લોટપોટ થઈ જાવ. સોશિયલ મીડિયા પર કૂતરા અને બિલાડીનો આ એક વીડિયો (Dog funny video) સામે આવે છે. તેમાં જાની દુશ્મન પ્રાણી પણ અલગ જ અંદાજમાં જોવા મળે છે. વીડીયોમાં કૂતરો સોફા પર સુતો નજરે પડે છે પણ બિલાડીને મસ્તી સુઝે છે. તેણીએ કૂતરાને જગાડવા માટે જે કંઈ પણ કરે છે તો ચાલો આ વીડિયો જોઈએ.

જૂઓ રમૂજી વીડિયો…

જો કે કૂતરા અને બિલાડીઓ વચ્ચે વર્ષો જૂની દુશ્મની છે, પરંતુ વાયરલ થઈ રહેલા વીડિયોમાં તેનાથી વિપરીત જોવા મળી રહ્યું છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક કૂતરો સોફા પર આરામથી સૂતો જોવા મળે છે. તે જ સમયે એક બિલાડી સોફાની બાજુમાં સંતાઈને બેઠી છે. બિલાડીના હાવભાવ જોઈને અંદાજ લગાવી શકાય છે કે તે કૂતરા સાથે મસ્તી કરવાના મૂડમાં છે. આ બિલાડી કૂતરાને માનવ બાળકની જેમ પરેશાન કરવા લાગે છે. આ માટે તે જે ટ્રિક્સ વાપરે છે તે જોયા પછી તમે પણ હસી પડશો.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે બિલાડી કૂતરાને તેના પંજાથી સ્પર્શ કરીને જગાડવાનો પ્રયાસ કરે છે. કૂતરો જેવો ચોંકીને જાગી જાય છે, બિલાડી ઝડપથી સોફાની પાછળ સંતાઈ જાય છે. કૂતરા અને બિલાડીનો આ ફની વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયો ટ્વિટર પર @TheFigen નામથી શેયર કરવામાં આવ્યો છે. માત્ર 15 સેકન્ડનો આ વીડિયો લોકોને ખૂબ મજા કરાવી રહ્યો છે અને તેમને હસાવી રહ્યો છે. આ વીડિયોને લોકો કેટલો લાઈક કરી રહ્યા છે. તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે બે દિવસ પહેલા અપલોડ કરાયેલા આ વીડિયોને 31 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. જ્યારે 6 હજારથી વધુ લોકોએ આ પોસ્ટને રિટ્વીટ કરી છે. આ સંખ્યા સતત વધી રહી છે.

આ પણ વાંચો: Viral Video: સંગીત સાંભળતા શિયાળના આ વીડિયોએ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી, પાર કર્યા 10 મિલિયનથી વધુ વ્યૂઝ

આ પણ વાંચો: બિલાડીને ગાતા જોઈ છે ક્યારેય ? Viral વીડિયોમાં જુઓ કેવા તાલથી રેલાવી રહી છે સૂર

Next Article