પશ્ચિમ બંગાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત, રોડ શોમાં ઉમટ્યા લોકો, જુઓ Video
પશ્ચિમ બંગાળની મુલાકાત દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તેમની સરકારનું કામ જોઈને પશ્ચિમ બંગાળ સહિત સમગ્ર દેશ અને દરેક માતા-બહેન કહી રહ્યા છે કે આ વખતે એનડીએ સરકાર 400નો આંકડો પાર કરશે.
લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફુલ ઓન મોડમાં જોવા મળી રહ્યા છે. પશ્ચિમ બંગાળના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો બારાસત જતાં લગભગ 12 કિલોમીટર સુધી થયો હતો. આ રોડ શો વડાપ્રધાનના કાર્યક્રમમાં ન હતો. પરંતુ પોતાની મેળે એકત્ર થયેલ ભીડ વડાપ્રધાન મોદીને આવકારવા રોડ પર ઉભેલી જોવા મળી હતી. જે બાદ વડાપ્રધાન મોદીએ પણ તેમનું અભિવાદન સ્વીકાર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના બારાસતમાં 12 કિલોમીટર લાંબો બિનઆયોજિત રોડ શો યોજ્યો હતો. આ દરમિયાન રસ્તાઓ પર ભારે ભીડ સતત મોદી-મોદી અને જયશ્રી રામના નારા લગાવતી જોવા મળી હતી.
પશ્ચિમ બંગાળના બારાસતથી પીએમ મોદીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં પીએમ કોઈ પણ આયોજન વગર રોડ શો માટે નીકળ્યા હતા. પરંતુ તે કારમાં જ બેઠા હતા. પરંતુ જે થયું તે માનવું મુશ્કેલ છે. વાસ્તવમાં પીએમ મોદીને જોવા માટે એટલી મોટી ભીડ એકઠી થઈ ગઈ કે કોઈને વિશ્વાસ ન થઈ શકે. પશ્ચિમ બંગાળના લોકો પીએમને જોઈને એટલા ખુશ થયા કે પીએમએ પોતે તેમનો આભાર માન્યો.
આ પણ વાંચો: ખેલો ઈન્ડિયાના ચંદ્રક વિજેતાઓ માટે મોટી જાહેરાત, હવે એથ્લેટ્સ સરકારી નોકરી માટે પણ લાયક
દેશભરના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો