વડાપ્રધાન મોદીએ તેજસ ફાઈટર જેટમાં ઉડાન ભર્યા બાદ વાદળોની વચ્ચે કર્યું આ કામ, જુઓ નવો વીડિયો
PM નરેન્દ્ર મોદીએ તેજસ ફાઈટર જેટમાં ઉડાન ભરી હતી. X પર એક પોસ્ટ કરીને પોતાનો અનુભવ પણ શેર કર્યો હતો. વડાપ્રધાને ખાસ અંદાજમાં તેજસમાં ઉડાન ભરી હતી. તેમણે કર્ણાટકના બેંગલુરુ એરબેઝથી તેજસમાં ઉડાન ભરી હતી. પીએમ મોદી તેજસમાં સવાર થયા તે પહેલા તૈયારીઓ કરવામાં આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંરક્ષણ PSU હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની ઉત્પાદન સુવિધાઓ પર ચાલી રહેલા કામની સમીક્ષા કરવા તેમની મુલાકાત દરમિયાન તેજસ ફાઈટર જેટમાં ઉડાન ભરી હતી. વડાપ્રધાન મોદીએ X પર એક પોસ્ટ કરીને પોતાનો અનુભવ પણ શેર કર્યો હતો. વડાપ્રધાને ખાસ અંદાજમાં તેજસમાં ઉડાન ભરી હતી. તેમણે કર્ણાટકના બેંગલુરુ એરબેઝથી તેજસમાં ઉડાન ભરી હતી.
આ પણ વાંચો : ઉત્તરાખંડ: ટનલમાં ફસાયેલા મજૂરોની હવે ધીરજ ખૂટી, તેઓએ ભોજન લીધું નહીં, જાણો કેવી છે તેમની હાલત, જુઓ વીડિયો
પીએમ મોદી તેજસમાં સવાર થયા તે પહેલા તૈયારીઓ કરવામાં આવી હતી. ઉડાન ભર્યા બાદ વડાપ્રધાને આકશમાં વાદળોની વચ્ચે અન્ય ફાઈટર જેટમાં ઉડાન ભરી રહેલા પાયલટનું અભિવાદન કર્યું હતું અને તેમનો ઉત્સાહ વધાર્યો હતો.

