PM મોદીએ રામ મંદિર પર ટપાલ ટિકિટ બહાર પાડી, હનુમાન-જટાયુ અને શબરીને પણ મળ્યું સ્થાન, જુઓ વીડિયો

PM મોદીએ રામ મંદિર પર ટપાલ ટિકિટ બહાર પાડી, હનુમાન-જટાયુ અને શબરીને પણ મળ્યું સ્થાન, જુઓ વીડિયો

| Updated on: Jan 18, 2024 | 1:33 PM

PM મોદીએ જાહેર કરાયેલી સ્ટેમ્પ્સના પુસ્તકમાં 6 સ્ટેમ્પ છે. રામ મંદિર, ભગવાન ગણેશ, ભગવાન હનુમાન, જટાયુ, કેવટરાજ અને મા શબરી પરની ટપાલ ટિકિટોનો સમાવેશ થાય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​શ્રી રામ જન્મભૂમિ મંદિર પર એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી છે. આ ઉપરાંત તેમણે ભગવાન રામ પર વિશ્વભરમાં જાહેર કરાયેલી ટિકિટોનું પુસ્તક પણ લોન્ચ કર્યું છે. પોસ્ટેજ સ્ટેમ્પની ડિઝાઇનમાં રામ મંદિર, ચોપાઈ ‘મંગલ ભવન અમંગલ હારી’, સૂર્ય, સરયુ નદી અને મંદિરની આસપાસની મૂર્તિઓનો સમાવેશ થાય છે.

સ્ટેમ્પ્સના પુસ્તકમાં 6 સ્ટેમ્પ

વડાપ્રધાન મોદી દ્વારા બહાર પાડવામાં આવેલા સ્ટેમ્પ્સના પુસ્તકમાં 6 સ્ટેમ્પ છે. રામ મંદિર, ભગવાન ગણેશ, ભગવાન હનુમાન, જટાયુ, કેવટરાજ અને મા શબરી પરની ટપાલ ટિકિટોનો સમાવેશ થાય છે.

ઐતિહાસિક પ્રસંગોને આગામી પેઢી સુધી પહોંચાડવાનું માધ્યમ : PM મોદી

આ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, “પોસ્ટલ સ્ટેમ્પની કામગીરી આપણે બધા જાણીએ છીએ પરંતુ પોસ્ટલ સ્ટેમ્પ બીજી મહત્વની ભૂમિકા ભજવે છે. પોસ્ટલ સ્ટેમ્પ એ ઈતિહાસ અને ઐતિહાસિક પ્રસંગોને આગામી પેઢી સુધી પહોંચાડવાનું માધ્યમ પણ છે.” આ 48 પાનાના પુસ્તકમાં 20 દેશની ટપાલ ટિકિટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.