ભારતના હુમલાનો ડર: પાકિસ્તાન સરકારે લોકોને ખાવા-પીવાની વસ્તુનો સંગ્રહ કરવા આપ્યો આદેશ

ભારતના હુમલાનો ડર: પાકિસ્તાન સરકારે લોકોને ખાવા-પીવાની વસ્તુનો સંગ્રહ કરવા આપ્યો આદેશ

| Edited By: | Updated on: May 02, 2025 | 7:39 PM

પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. પાકિસ્તાને નિયંત્રણ રેખા પર આવેલા 13 વિસ્તારોમાં બે મહિના ચાલે એટલુ અનાજ સહીતના ખાદ્ય સામગ્રીનો સંગ્રહ કરવાનો આદેશ આપ્યો છે. એટલુ જ નહીં રાતોરાત 1 અબજ રૂપિયાનું ઇમરજન્સી ફંડ પણ બનાવવામાં આવ્યું છે.

જમ્મુ અને કાશ્મીરના પહેલગામના બૈસરનમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે ઉચ્ચારેલી બદલો લેવાની પ્રતિજ્ઞાથી, પાકિસ્તાન ગભરાટની સ્થિતિમાં છે. જિન્નાહનો દેશ સતત ડર વ્યક્ત કરી રહ્યો છે કે, ભારત તેના પર ગમે તે ઘડીએ હુમલો કરી શકે છે. આ જ કારણ છે કે તે છેલ્લા ઘણા દિવસોથી ધમકી આપી રહ્યો છે કે, જો ભારત તેના પર હુમલો કરશે તો તેની પાસે પરમાણુ શસ્ત્રો છે. જો કે, યુદ્ધના ડરને કારણે, તેણે શસ્ત્રો છુપાવવાનું શરૂ કરી દીધું છે. ઉપરાંત, પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં લોકો દ્વારા ખાવા-પીવાની વસ્તુઓનો સંગ્રહ કરવા લાગ્યા છે.

પાકિસ્તાન હસ્તકના કાશ્મીરની સરકારેસ યુદ્ધના ડરથી લોકોને અનાજનો સંગ્રહ કરવાનો આદેશ આપ્યો છે. “નિયંત્રણ રેખા (LoC) નજીકના 13 મતવિસ્તારોમાં બે મહિના માટે ખાદ્યાન્નનો પુરવઠો સંગ્રહિત કરવા સૂચનાઓ જાહેર કરવામાં આવી છે,” PoKના વડા પ્રધાન ચૌધરી અનવરુલ હકની આવી સુચનાથી, લોકોમાં ભય ફેલાયો છે. પાકિસ્તાનને ડર છે કે, ભારત સૌથી પહેલા પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં હુમલો કરશે. જેના પગલે, પાકિસ્તાન સરકારે PoK સૈન્ય તહેતાન કર્યું છે.

આર્થિક રીતે પડી ભાંગેલા અને વૈશ્વિકસ્તરે આતંકની ફેકટરી ગણાતા પાકિસ્તાનને લગતા અનેક નાના મોટા મહત્વના સમાચાર અંગે આપ અમારા ટોપિક પર ક્લિક કરો.