એક વર્ષમાં 300 ટકાથી વધારે રિટર્ન આપનારી સોફ્ટવેર કંપનીએ હેડ ક્વાટરમાં કરી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની અનોખી ઉજવણી, જુઓ વીડિયો

| Updated on: Jan 22, 2024 | 4:09 PM

ન્યુક્લિયસ સોફ્ટવેર એક્સપોર્ટ્સ લિમિટેડના શેરના ભાવ 20 જાન્યુઆરીના રોજ 62.50 રૂપિયા અથવા 3.78 ટકાના વધારા સાથે 1716 રૂપિયા પર બંધ રહ્યા હતા. છેલ્લા એક વર્ષની વાત કરીએ તો ન્યુક્લિયસ સોફ્ટવેરે 312.65 ટકાનું બમ્પર વળતર આપ્યું છે. જો રૂપિયામાં ગણતરી કરીએ તો તે 1300.15 રૂપિયા થાય છે.

અયોધ્યાના રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પૂર્ણ થયો છે. આ સાથે જ સમગ્ર દેશમાં ઉજવણી થઈ રહી છે ત્યારે Nucleus Software Exports Ltd કંપનીના નોઈડા, ઉત્તર પ્રદેશ ખાતે આવેલા હેડક્વાટરમાં અનોખી ઉજવણી કરવામાં આવી હતી. તેનો એક વીડિયો સામે આવ્યો છે.

ન્યુક્લિયસ સોફ્ટવેર એક્સપોર્ટ્સ લિમિટેડના શેરના ભાવ 20 જાન્યુઆરીના રોજ 62.50 રૂપિયા અથવા 3.78 ટકાના વધારા સાથે 1716 રૂપિયા પર બંધ રહ્યા હતા. કંપનીએ છેલ્લા 6 મહિનામાં 608 રૂપિયા અથવા 54.78 ટકાનું રિટર્ન આપ્યું છે. જો છેલ્લા એક વર્ષની વાત કરીએ તો ન્યુક્લિયસ સોફ્ટવેરે 312.65 ટકાનું બમ્પર વળતર આપ્યું છે. જો રૂપિયામાં ગણતરી કરીએ તો તે 1300.15 રૂપિયા થાય છે.

આ પણ વાંચો : અમદાવાદની કંપનીનો 24 જાન્યુઆરીએ ખુલશે IPO, શેરનો ભાવ 70 રૂપિયા અને ગ્રે માર્કેટમાં પ્રિમીયમ 50 રૂપિયાથી વધારે

ન્યુક્લિયસ સોફ્ટવેર એક્સપોર્ટ્સ લિમિટેડ એ બેન્કિંગ અને નાણાકીય સેવાઓ ક્ષેત્રની ભારતીય IT કંપની છે. તે બેંકિંગ ઉદ્યોગના વિવિધ ક્ષેત્રોને સેવા આપતી IT અને કન્સલ્ટન્સી સેવાઓ પ્રદાન કરે છે. તે બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ કંપની છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો