પાકિસ્તાન ભારત પર ન્યૂક્લિયર હુમલો કરે તો…..? જાણો ગ્રાફિક્સ વીડિયોથી, ભારતને નુકસાન થશે કે નહીં થાય?

| Updated on: Jun 29, 2025 | 11:38 AM

આપણને લોકોને એવું લાગતું હોય છે કે ભારત-પાકિસ્તાન જો એકબીજા પર ન્યૂક્લિયર એટેક કરે તો કોઈ દેશ બચશે નહી. પરંતુ હકિકતમાં એવું નથી. તેને ફોડવા માટે ચોક્કસ ટેકનિક હોય છે. જો એર માં જ બોમ્બે નાશ કરવામાં આવે તો ભારતને કોઈ જ નુકસાન પહોંચશે નહીં. અહીં ગ્રાફિક્સથી જાણો સત્ય શું છે તે.

કલ્પના કરો કે પાકિસ્તાન ભારત પર ન્યૂક્લિયર હુમલો કરે અને લક્ષ્ય તરીકે જયપુરને પસંદ કરે. પણ ભારતની એડવાન્સ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ તેનું નિશાન બનાવીને બોર્ડર નજીક જ તેને મિડ-એર તોડી પાડે. તો શું એ ન્યૂક્લિયર બોમ્બ ફાટી જશે? જવાબ છે – ના.

ન્યૂક્લિયર વૉરહેડ કોઈ સામાન્ય બોમ્બ નથી. તે ફાટવા માટે ચોક્કસ ચેન રિએકશન અને અંદરથી ટ્રિગર થતો મિકેનિઝમ જરૂરી છે. ફિઝન અથવા ફ્યુઝનની પ્રક્રિયા ત્યારે જ શરૂ થાય જ્યારે તે યોગ્ય ઊંચાઈ, દબાણ અને ટાઈમિંગ સાથે એક્ટિવેટ થાય.

રેડિયોક્ટિવ મટિરિયલ લિક થાય તો લોકો માટે ખતરનાક

જો ભારતીય મિસાઈલ પથ્થર જેવો ભાર વાળા વૉરહેડને રસ્તામાં જ નષ્ટ કરે, તો તે ધરતી પર ફુટશે નહીં, પણ ત્યાં પડી જાય છે. જો તેની અંદરથી રેડિયોક્ટિવ મટિરિયલ લિક થાય તો રેડીએશન ફોલઆઉટ બની શકે, જે આસપાસના લોકો માટે ખતરનાક બની શકે છે.

અંતે વધુ પડતી ભયભીત થવાને બદલે લોકોમાં વિજ્ઞાન આધારિત સમજ વધે તે જરૂરી છે. આવા સંદર્ભમાં દેશની મિસાઈલ ડિફેન્સ ક્ષમતા વિશ્વસનીય છે.

જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે, કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. અહીંયા દરરોજ અવનવી બાબતોની સ્ટોરી તમને જાણવા મળશે. તમારૂ નોલેજ વધારવા માટે જનરલ નોલેજના ટોપિકને ફોલો કરતા રહો. 

 

Published on: Jun 29, 2025 11:06 AM