SCO Summit 2025 : ચીનમાં ડિપ્લોમસીનો નવો અધ્યાય, મોદી, પુતિન અને જિનપિંગ એક જ મંચ પર
ચીનના તિયાનજિનમાં ગ્લોબલ ડિપ્લોમસીનો નવો અધ્યાય જોવા મળ્યો. SCOના બધા સભ્યો એક જ મંચ પર એકસાથે હાજર હતા. જ્યારે PM મોદી SCO સમિટના મંચ પર પહોંચ્યા ત્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું. આ દરમિયાન તેમની પત્ની પણ તેમની સાથે હતી.
ચીનના તિયાનજિનમાં વૈશ્વિક રાજદ્વારીનો એક નવો અધ્યાય જોવા મળ્યો. SCO સમિટના મંચ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યજમાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ એકસાથે જોવા મળ્યા. ગ્રુપ ફોટો સેશન દરમિયાન, SCOના બધા સભ્યો એક જ મંચ પર એકસાથે હાજર હતા. જ્યારે PM મોદી SCO સમિટના મંચ પર પહોંચ્યા ત્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે તેમનું સ્વાગત કર્યું.
આ દરમિયાન, શી જિનપિંગના પત્ની પેંગ લિયુઆન પણ તેમની સાથે હતી. ફોટો સેશન પછી, PM મોદીએ જિનપિંગ અને તેમની પત્ની સાથે હાથ મિલાવ્યા. આ દરમિયાન, બંને નેતાઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી. વડાપ્રધાન મોદી અને પુતિન વચ્ચે તાજિકિસ્તાન અને કિર્ગિસ્તાનના રાષ્ટ્રપતિઓ છે. આખી દુનિયા SCO ગ્રુપ ફોટો સેશન પર નજર રાખી રહી હતી. આ ગ્રુપ ફોટામાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરિફ પણ ઉપસ્થિત રહ્યાં હતા.
ચીનના નાના મોટા મહત્વના તમામ સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો
