નીરજ ચોપરાને કેવી રીતે ઈજા થઈ ? ઈજામાં પણ હસતો હતો આ દિગ્ગજ ખેલાડી, જુઓ વીડિયો

નીરજ ચોપરા કોમનવેલ્થ ગેમ્સ 2022માંથી બહાર થઈ ગયો છે. વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં તેના ચોથા થ્રો દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો.

TV9 GUJARATI

| Edited By: Nirupa Duva

Jul 26, 2022 | 4:02 PM

Neeraj Chopra : કોમનવેલ્થ ગેમ (Common Wealth Games )ને શરુ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે એક બાદ એક ઝટકા સામે આવી રહ્યા છે. પહેલા કેટલાક ખેલાડીઓ બહાર થઈ ગયા છે ત્યારે હવે ભારતીય ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરા CWG 2022થી બહાર થઈ ગયો છે. નીરજ ચોપરાને Groin Injury થઈ હતી. તેમણે અંદાજે એક મહિના સુધી ગેમની બહાર રહેવું પડશે. નીરજ ચોપરાને આ ઈજા વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશીપ દરમિયાન થઈ હતી. આ ચેમ્પિયનશીપમાં નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીત્યો હતો. આ શાનદાર જીત દરમિયાન તે ઈજાગ્રસ્ત પણ થયો હતો.

નીરજ ચોપરા કઈ રીતે ઈજાગ્રસ્ત થયો

નીરજ ચોપરા વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશીપમાં ચોથા પ્રયાસમાં ઈજા થઈ હતી. આ ચેમ્પિયનશીપમાં નીરજ ચોપરાનો પ્રથમ પ્રયાસ ફાઉલ રહ્યો હતો. બીજા પ્રયાસમાં તેમણે 82.39 મીટર દુર જેવલિન ફેક્યું હતુ. ત્યારબાદ તેણે ત્રીજા પ્રયાસમાં નીરજે 86.37 દુર સુધી ભાલું ફેક્યું હતુ.

 

નીરજ ચોપરા ચોથા પ્રયાસમા ઈજાગ્રસ્ત થયો

નીરજ ચોપરા ચોથા પ્રયાસમાં 88.13 મીટર દુર ભાલું ફેંકી સિલ્વર મેડલ પાક્કો કર્યો હતો. ત્યારબાદ નીરજ ચોપરા ઈજાગ્રસ્ત થયો હતો. નીરજ ચોપરાનો પાંચમો અને 6ઠ્ઠો થ્રો ફાઉલ રહ્યો હતો જેના કારણે તે ગોલ્ડ મેડલ ચૂક્યો હતો. એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું કે, તેના પગમાં સ્ટ્રેચ આવી ગયો હતો જેના કારણે તે પાંચમા અને 6ઠ્ઠાથ્રોમાં તેનું શાનદાર પ્રદર્શન આપી શકયો નહિ. નીરજ ચોપરા પાસે આશા હતી કે, તે સ્વસ્થ થઈ કોમનવેલ્થ ગેમમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે પરંતુ આવું થઈ શક્યું નહિ.

ભારતીય ઓલિમ્પિક એસોશિએશનના મહાસચિવ રાજીવ મહેતાએ જાણકારી આપી કે, નીરજ ચોપરા કોમનવેલ્થ ગેમમાં ભાગ લેશે નહિ, તે હાલમાં ફિટ નથી. નીરજ ચોપરાએ આ વિશે જાણકારી આપી હતી. કોમનવેલ્થ ગેમ્સ 2022 માં ભારત પોતાની સૌથી મોટી ટીમ 215 સભ્યોને બર્મિંગહામ મોકલી રહી છે. ટુર્નામેન્ટની શરૂઆત 28 જુલાઈ 2022 થી થઇ રહી છે અને 8 ઓગસ્ટ 2022 ના રોજ પુરી થઇ રહી છે.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati