Narmada News: પોલીસ પર સાંસદ મનસુખ વસાવાના ગંભીર આરોપ, દારૂબંધીને લઇ નેતાઓ અને પોલીસ સામે કાઢ્યો બળાપો, જુઓ Video
વસાવાનો આરોપ છે કે કેટલાક નેતાઓ આખી રાત બ્રાંડેડ દારૂની પાર્ટી કરાવે છે. મહત્વપૂર્ણ છે કે કાર્યક્રમ મારી માટી મારા દેશનો હતો. પરંતુ અહીં સાંસદની ગાડી દારૂની પાર્ટીના મુદ્દે ચડી ગઇ હતી. સાસંદે આવા બ્રાંડેડ દારૂની પાર્ટી કરતા નેતાઓ એકાદ બે કલાક પાર્ટી કરવાની છૂટ આપીને, આવી પ્રવૃતિ શોભતી ન હોવાની ટકોર કરી હતી.
Narmada News: ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે ગુજરાતમાં ભલે દારૂબંધી હોય, પરંતુ ભાજપના જ સાંસદ દારૂબંધીની પોલ ખોલી રહ્યા છે. વસાવા ફરી એકવાર પોતાના જ લોકો પર મનમુકીને વરસ્યા છે. વસાવાનો આરોપ છે કે કેટલાક નેતાઓ આખી રાત બ્રાંડેડ દારૂની પાર્ટી કરાવે છે.
મહત્વપૂર્ણ છે કે કાર્યક્રમ મારી માટી મારા દેશનો હતો. પરંતુ અહીં સાંસદની ગાડી દારૂની પાર્ટીના મુદ્દે ચડી ગઇ હતી. સાસંદે આવા બ્રાંડેડ દારૂની પાર્ટી કરતા નેતાઓ એકાદ બે કલાક પાર્ટી કરવાની છૂટ આપીને, આવી પ્રવૃતિ શોભતી ન હોવાની ટકોર કરી હતી
વસાવાનો સીધો આરોપ છે કે LCB પોલીસ જ ઉપર રહીને દારૂનો ધંધો કરાવે છે. સાંસદનો આરોપ છે કે LCB ખુદ દારૂના અડ્ડા ચલાવે છે અને મહિના બુટલેગરો પાસેથી 35 લાખનો હપ્તો લે છે.
Input Credit : Vishal Pathak, Narmada
Published on: Oct 12, 2023 01:42 PM
