મુંબઈ રેલવે પોલીસ વૃદ્ધ દંપતી માટે દેવદૂત બની : એકતાનગર એક્સપ્રેસમાંથી પટકાયેલા બે લોકોનો જીવ બચાવ્યો, જુઓ Live Video

|

Feb 09, 2024 | 11:34 AM

મુંબઈ :  મુંબઈના બોરીવલીમાં રેલવે પોલીસ વૃદ્ધ દંપતી માટે દેવદૂત સાબિત થઇ છે. બોરીવલી રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી એક પછી એક પટકાયેલા વૃદ્ધ મુસાફરને રેલવે પ્રોટેક્શન ફોર્સના જવાને બચાવી લીધા હતા.મુસાફરોની મદદથી સમયસર દંપતીને બહારની તરફ ખેંચી લેવાતા બંનેનો જીવ બચ્યો હતો. 

મુંબઈ :  મુંબઈના બોરીવલીમાં રેલવે પોલીસ વૃદ્ધ દંપતી માટે દેવદૂત સાબિત થઇ છે. બોરીવલી રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી એક પછી એક પટકાયેલા વૃદ્ધ મુસાફરને રેલવે પ્રોટેક્શન ફોર્સના જવાને બચાવી લીધા હતા. મુસાફરોની મદદથી સમયસર દંપતીને બહારની તરફ ખેંચી લેવાતા બંનેનો જીવ બચ્યો હતો.

સૂત્રો અનુસાર એકતાનગર એક્સપ્રેસ માં ચઢવા જતા વૃદ્ધ દંપતીઘટનાનો ભોગ બન્યા હતા. ટ્રેનમાં ચઢવા જતા મહિલા પટકાઈ હતી જે બાદ તેની દરકારમાં તેમના પતિ પર ટ્રેનમાંથી ઉતરવા જતા બંને  એક પછી એક ટ્રેનમાંથી પટકાયા હતા. રિઝર્વેશન હોવાથી વૃદ્ધ દંપતી ચાલુ ટ્રેને ચઢવા ગયા હતા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. મુસાફરોએ ઘટના સમયે રેલવે પ્રોટેકશન ફોર્સના કોન્સ્ટેબલની કામગીરીને બિરદાવી હતી.

 

Next Video