Mucormycosis Disease: હવે મ્યુકરમાઈકોસિસનાં ઈન્જેક્શન પર માથાપચ્ચી, વિવાદ વધ્યો તો મંત્રીજીએ કહ્યું 3 દિવસમાં 5 ફાર્મા કંપનીને દવાનું ઉત્પાદન કરવાની મંજુરી આપી

Mucormycosis Disease: કોરોનામાં રેમડેસિવિર અને ટોસીલીઝુમેબ જેવા ઈન્જેક્શન મુદ્દે ઉઠેલા કકળાટ બાદ હવે રાજ્યમાં નવી જાહેર થયેલી બિમારી મ્યુકરમાઈકોસિસની દવા અને ઈન્જેક્શન મુદ્દે ખેંચ ઉભી થઈ છે. વિવાદ વધતા કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને મધ્યસ્થી કરવાની ફરજ પડી છે.

| Updated on: May 21, 2021 | 8:42 AM

Mucormycosis Disease: કોરોનામાં રેમડેસિવિર અને ટોસીલીઝુમેબ જેવા ઈન્જેક્શન મુદ્દે ઉઠેલા કકળાટ બાદ હવે રાજ્યમાં નવી જાહેર થયેલી બિમારી મ્યુકરમાઈકોસિસની દવા અને ઈન્જેક્શન મુદ્દે ખેંચ ઉભી થઈ છે. વિવાદ વધતા કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને મધ્યસ્થી કરવાની ફરજ પડી છે.

એક તરફ રાજ્યોની ફરિયાદ છે કે મ્યુકરમાઇકોસિસ (Mucormycosis)ની દવા અને ઇંજેક્શનની અછત છે. ત્યારે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ ટ્વિટ કર્યુ છે કે મ્યુકરમાઇકોસિસની દવાની અછત ટૂંક સમયમાં નિવારવામાં આવશે. મનસુખ માંડવીએ ટ્વિટ કર્યુ છે કે ઇંજેક્શનની અછત ટૂંક સમયમાં નિવારવામાં આવશે. છેલ્લા 3 દિવસમાં વધુ 5 ફાર્મા કંપનીઓને દવાઓનું ઉત્પાદન કરવાની મંજૂરી આપવામાં આવી છે.

અત્યારે 6 કંપનીઓ મ્યુકરમાઇકોસિસના ઇંજેક્શન બનાવી રહી છે. આ સાથે હવે કુલ 11 કંપનીઓ મ્યુકરમાઇકોસિસની દવા બનાવશે, જેથી દેશમાં દવાની અછત નહીં સર્જાય. માંડવીયાએ ટ્વિટ કર્યુ કે જેં કંપનીઓ દવાનું ઉત્પાદન કરી રહી છે તેમણે પણ પોતાનું ઉત્પાદન વધારી દીધું છે.

મ્યુકોરમાઈકોસિસનો કેર વધતો જઈ રહ્યો છે તે વચ્ચે ઈન્જેક્શનની બાબતમાં લોકો ગેરમાર્ગે ન દોરાય તે માટે સરકારે એક પરિપત્ર જાહેર કર્યો છે. દર્દીઓને સમયસર ઈન્જેક્શન મળી રહે તે માટે સરકારે સ્પષ્ટતા કરી છે, જે પ્રમાણે મ્યુકોરમાઈકોસિસના ઈન્જેક્શન નક્કી કરેલી હોસ્પિટલમાંથી જ મળશે. રાજ્યમાં કુલ 7 જિલ્લાની સરકારી હોસ્પિટલોની સરકારે યાદી જાહેર કરી છે કે જ્યાંથી મ્યુકોરમાઈકોસિસના ઈન્જેક્શન મળી રહેશે.

અમદાવાદમાં સોલા સિવિલ હોસ્પિટલ અને એસવીપી હોસ્પિટલમાંથી ઈન્જેક્શન મળશે, જે મેળવવા માટે દર્દીઓએ કેસની વિગત, દર્દીના આધાર કાર્ડની કોપી, સારવાર ચાલતી હોય તેની કોપી અને તબીબોનો ભલામણ પત્ર જોઈશે. દસ્તાવેજો ચકાસ્યા બાદ નક્કી કરેલા ભાવ પ્રમાણે ઇન્જેક્શન મળશે.

જોકે ક્યારથી મળશે તેનો પરિપત્રમાં કોઈ ઉલ્લેખ નથી. થોડા દિવસ પહેલા અસારવા સિવિલ હોસ્પિટલમાંથી ઇન્જેક્શન મળશે તેવી ખોટી માહિતી બહાર ફરતી થઈ હતી જેના કારણે સિવિલમાં ઈન્કવાયરી વધી હતી જેથી હવે સરકારે પરિપત્ર જાહેર કરીને જ હોસ્પિટલોની યાદી બહાર પાડી છે જેથી લોકો ગેરમાર્ગે ન દોરાય.

ગાંધીનગર સિવિલમાં દાખલ મ્યુકોરમાઈકોસિસના દર્દીઓએ પણ વચ્ચે પોતાને ભારોભાર અન્યાય થઈ રહ્યો હોવાનો અનાજ ઉઠાવ્યો હતો. સિવિલમાં મ્યુકોરમાયકોસિસના દર્દીને સારવાર માટે વોર્ડ બનાવી દેવાયો છે અને ઇએનટી તથા ફિજીશીયનને દર્દીઓને સારવાર કરવા માટે સૂચના પણ આપી દેવાઈ હોવાની ફરિયાદ ઉઠી હતી.  સિવિલ માટે સરકારી અધિકારીઓ જ પક્ષપાત રાખે છે અને સિવિલના દર્દીઓને આપવામાં આવનાર ઇન્જેક્શનને ખાનગી હોસ્પિટલમાં ખેરાત કરી દેવામાં આવે છે.

સિવિલમાં રોજના ૨૦ ઇન્જેક્શન ફાળવવામાં આવતા નથી જ્યારે હાલમાં જ એક જ ખાનગી હોસ્પિટલના દર્દીઓ માટે સિવિલમાંથી ૧૬૦ એમ્પોથેરીસીમ-બી (AmphotericinB’s )ઇન્જેક્શન વિનામુલ્યે દાનમાં આપવામાં આવ્યા છે. જેની સામે દર્દીના સગામાં ભારે રોષની લાગણી ફેલાઇ છે અને આ ખાનગી હોસ્પિટલના દર્દીઓને પ્રાથમિક્તા આપવાની વૃતિ છોડી સિવિલના દર્દીઓને ઇન્જેક્શન મળી રહે તેવી વ્યવસ્થાની માગ કરી છે.

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">