પુણે ટાઈમ્સ ફેશન વીક 2022ના રેમ્પ પર મલાઇકા અરોરાનો જોવા મળ્યો બોલ્ડ અંદાજ

મલાઇકા અરોરા એ હંમેશા તેની કાતિલ અદાઓ અને તેની અદ્ભુત ફિટનેસને કારણે ફેશન ડિઝાઇનરની પહેલી પસંદ રહી છે. મલાઇકા અરોરાએ તાજેતરમાં 'પુણે ટાઈમ્સ ફેશન વીક 2022' ખાતે રેમ્પવોક કરીને તેની મનમોહક અદાઓથી બધાને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

પુણે ટાઈમ્સ ફેશન વીક 2022ના રેમ્પ પર મલાઇકા અરોરાનો જોવા મળ્યો બોલ્ડ અંદાજ
Malaika Arora (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 04, 2022 | 5:50 PM

પુણેની (Pune) સૌથી મોટી ફેશન એક્સ્ટ્રાવેગેન્ઝા, ‘પુણે ટાઇમ્સ ફેશન વીક’ની (Pune Times Fashion Week) શરૂઆત ગત તા.01/04/2022ના રોજ રાત્રે ધમાકેદાર સંગીત અને બોલિવૂડની સ્ટાર્સની ચમક સાથે થઈ છે. જ્યારે પહેલો દિવસ ડિઝાઇનર નિવેદિતા સાબૂના ઉત્કૃષ્ટ કલેક્શનના રૂપમાં સુંદર ઇન્ડો-વેસ્ટર્ન ફ્યુઝનનો સાક્ષી બન્યો, જેમાં બોલિવૂડ કલાકારો જીમ સરભ અને એશા ગુપ્તાએ રેમ્પ પર શાનદાર રેમ્પ વોક કર્યું હતું. આ ફેશન શોના બીજા દિવસે બોલિવૂડની સ્ટનર, મલાઇકા અરોરા (Malaika Arora) સાથે થઈ હતી. આ ફેશન વીકની શો સ્ટોપર ખરા અર્થમાં મલાઇકા અરોરા જ જોવા મળી હતી.

પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
View this post on Instagram

A post shared by ETimes (@etimes)

છટાદાર શરીર અને મનમોહક શૈલી સાથે ફિટનેસ લવર, મલાઈકાએ તેની અદાઓથી દરેકને સ્તબ્ધ કરી દીધા હતા. તેણીએ એક લોકપ્રિય ભારતીય લક્ઝરી કન્ટેમ્પરરી ડિઝાઈનર હાઉસ ‘સંજેવ મારવાહા’ના ખાસ કલેક્શન માટે શોસ્ટોપર બની હતી. બેઇજ કલરના લહેંગા-ચોલીમાં ખૂબ જ સુંદર લાગતી મલાઈકાએ દરેકને તેના હાસ્યથી પ્રભાવિત કર્યા હતા.

મલાઇકાએ તેનો આ શાનદાર લૂક ‘મેસ્સી બન હેરસ્ટાઇલ’ અને ડાયમંડ નેકપીસ વડે પૂર્ણ કર્યો હતો. તેણીએ સ્મોકી આઈ મેકઅપ પર પસંદગી ઉતારી હતી. હાલમાં, સોશિયલ મીડિયા પર તેણીના આ રેમ્પવોકના વિડિયોઝ ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

View this post on Instagram

A post shared by ETimes (@etimes)

આ ડિઝાઇનરનું કલેક્શન ‘હુનર’ એ આપણા સમૃદ્ધ કલાત્મક વારસા અને હાથથી બનાવેલી લક્ઝરીને મારવાહા હાઉસ દ્વારા અપાયેલી  કાવ્યાત્મક અંજલિ છે. સુપ્રસિદ્ધ ફેશન લેબલે ભારતના વિવિધ ભાગોમાંથી અનોખા ભરતકામ કૌશલ્યની શોધ કરવાનો પ્રયાસ કર્યો છે. આ કલેક્શનમાં, ડિઝાઇનરનો ઉદ્દેશ્ય આ આઉટફિટ કેપ્સ્યુલમાં નાજુક હેન્ડલૂમ વણાટ, જટિલ પ્રિન્ટીંગ ટેકનિકથી લોકોને માહિતગાર  કરવાનો છે. આ કલેકશનમાં, જૂના સમયના ફેશન સિલુએટ્સને આધુનિક લેન્સ સાથે ફરીથી કલ્પના કરવામાં આવે છે.

ધ વેસ્ટિન, કોરેગાંવ પાર્ક, પુણે ખાતે યોજાનારી સ્પ્રિંગ સમર ફૅશનમાં ઈન્ડો-વેસ્ટર્ન, ફ્યુઝન કન્ટેમ્પરરી રેડી ટુ વિયર કલેક્શન માટે ઉત્કૃષ્ટ રીતે તૈયાર કરાયેલા લક્ઝરી સુટ્સ અને ઘણા વધુ વિશિષ્ટ કલેક્શન પ્રદર્શિત થવાના છે. આ ફેશન શોમાં ભાગ લેનારા કેટલાક અન્ય ડિઝાઇનરોમાં, વિક્રમ ફડનીસ, પ્રણિતા બાંદેકર, સાલુંકે રિંકી પારખ, શ્રુતિ મંગાયશ વગેરેનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો – Parveen Babi: ટાઈમ મેગેઝીનના કવર પર આવવા વાળી પ્રથમ સ્ટાર હતી પરવીન બાબી, તમામ મોટા કલાકારો સાથે કર્યું હતું કામ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">