મકરસંક્રાંતિએ સરયુમાં થશે મહાસ્નાન, સ્વચ્છતા માટે તંત્ર દ્વારા કરાયુ છે આગવુ આયોજન- જુઓ વીડિયો

|

Jan 13, 2024 | 11:49 PM

મકરસંક્રાંતિએ સરયુ નદીમાં સ્નાન કરવાનો શાસ્ત્રોમાં અનેરુ મહત્વ દર્શાવવામાં આવ્યુ છે. ત્યારે મકરસંક્રાંતિના દિવસે સરયુ નદીમાં આસ્થાની ડુબકી લગાવવા દૂર દૂરથી લાખો લોકો આવતા હોય છે. આ વર્ષે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ યોજાઈ રહ્યો છે ત્યારે સરયુ ઘાટ પર આ સ્વચ્છતાને લઈને આ ખાસ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે.

પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા અયોધ્યાને સોળે શણગાર સજાવવામાં આવી રહ્યા છે. બીજી તરફ સ્વચ્છતાનું પણ એટલું જ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા પવિત્ર સરયુ નદીમાં યોજાશે મકરસંક્રાતિનું મહાસ્નાન. આ મહાસ્નાન માટે લાખો ભક્તોની ભીડ ઉમટી પડે તેવી શક્યતા છે. એક તરફ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બીજી તરફ મકરસંક્રાતિનું સ્નાન. ત્યારે સરયુ નદીમાં ગંદકી ન ફેલાય અને અયોધ્યામાં સ્વચ્છતા જળવાય તે માટે તંત્રએ કર્યું છે આગવું આયોજન.

આ આયોજનના ભાગરૂપે તૈનાત કરવામાં આવ્યા છે 5 હજારથી વધુ અસ્થાયી શૌચાલય. ટોયલેટ બોક્સ દ્વારા સ્વચ્છતા જળવાય તે માટે આગવું આયોજન કરવામાં આવ્યું છે. પવિત્ર સ્નાન બાદ કપડા બદલવા માટે પણ ખાસ બ્લોક ગોઠવાયા છે.

આ પણ વાંચો: ખેડા: ઉતરાયણ પહેલા છેલ્લી ઘડીની ખરીદી માટે ઉમટી ભીડ, નડિયાદના ચીલ પતંગની ગુજરાતભરમાં રહે છે સૌથી વધુ માગ- વીડિયો

આ વર્ષે પ્રથમવાર એવુ બની રહ્યુ છે કે મકરસંક્રાંતિનો પર્વ પણ છે અને થોડા દિવસો બાદ જ અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન શ્રીરામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ યોજાવા જઈ રહ્યો છે. જેને લઈને તંત્ર દ્વારા પણ તૈયારીઓ કરી લેવામાં આવી છે.

દેશભરના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 11:49 pm, Sat, 13 January 24

Next Video