Maharashtra Video : અનંત – રાધિકાના લગ્નમાં મેઘરાજા બનશે વિઘ્ન ! હવામાન વિભાગે મુંબઈમાં ઓરેન્જ એલર્ટ આપ્યું

|

Jul 12, 2024 | 3:33 PM

મહારાષ્ટ્રમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યાં છે. ત્યારે હવામાન વિભાગે મુંબઈમાં ભારે વરસાદની આગાહી કરી છે. બીજી તરફ ભારતના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકાના લગ્ન થવા જઈ રહ્યાં છે. જાણો મુંબઈના ક્યાં વિસ્તારમાં છે ભારે વરસાદની આગાહી.

મહારાષ્ટ્રમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યાં છે. ત્યાં મુંબઈના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. જો કે હવામાન વિભાગે મુંબઈમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. જેમાં નવી મુંબઈ, ઠાણે અને પાલઘર સહિતના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. મુંબઈ ઉપર સર્જાયેલા સાયક્લોનિક સરક્યુલેશનને કારણે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ સાંજે 4 કલાકે દરિયામાં હાઈ ટાઈડની શક્યતા છે.

મુંબઈમાં અપાયું ઓરેન્જ એલર્ટ

છેલ્લા કેટલાક દિવસથી મુંબઈમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જ્યાં સાયક્લોનિક સરક્યુલેશનને કારણે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. એટલુ જ નહીં નવી મુંબઈ, ઠાણે અને પાલઘર સહિતની જગ્યા પર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

Next Video