Breaking News: ‘ગાઢ ધુમ્મસ’ બન્યું પ્લેન ક્રેશનું કારણ! બારામતીમાં પ્લેન વિમાન દુર્ઘટનાને લગતા CCTV આવ્યા સામે, જુઓ Video

| Edited By: | Updated on: Jan 28, 2026 | 2:03 PM

મહારાષ્ટ્રના બારામતીમાં થયેલી વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. વાત એમ છે કે, બારામતીમાં થયેલી વિમાન દુર્ઘટનાને લગતા CCTV ફૂટેજ સામે આવ્યા છે.

મહારાષ્ટ્રના બારામતીમાં થયેલી વિમાન દુર્ઘટનાને લઈને ખાસ સમાચાર બહાર આવ્યા છે. વાત એમ છે કે, બારામતીમાં થયેલી વિમાન દુર્ઘટનાને લઈને CCTV ફૂટેજ સામે આવ્યા છે. અહેવાલ મુજબ આ દુર્ઘટનામાં રાજ્યના DyCM અજીત પવાર સહિત વિમાનમાં સવાર કુલ 5 લોકોના મોત થયા છે. ઘટનાને પગલે મહારાષ્ટ્ર સરકારે ત્રણ દિવસના રાજકીય શોકની જાહેરાત કરી છે.

CCTV ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે, વિમાન સીધું જમીન પર પટકાયું અને જોતજોતામાં આગના ગોળામાં ફેરવાઈ ગયું. વિમાન પટકાયા બાદ ચારેક જેટલા મોટા વિસ્ફોટો થયા હતા, જેના કારણે આસપાસના વિસ્તારો ધણધણી ઉઠયા હતા.

પ્લેન દુર્ઘટના મામલે AAIB કરશે તપાસ

મળતી માહિતી મુજબ, દુર્ઘટના પહેલા પાયલોટે મેડે કોલ આપ્યો હતો અને ઈમરજન્સી લેન્ડિંગ માટે મંજૂરી પણ માગી હતી. સૂત્રો મુજબ બીજી વખત લેન્ડિંગનો પ્રયાસ કરતી વખતે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ સમગ્ર મામલે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ દુર્ઘટનાને લઈ શોક વ્યક્ત કરતા કહ્યું કે, મહારાષ્ટ્રએ એક જનનેતા ગુમાવ્યો છે.

ધુમ્મસના લીધે દુર્ઘટના સર્જાઈ

સૂત્રોના જણાવ્યા અનુસાર, દુર્ઘટના ગાઢ ધુમ્મસના કારણે સર્જાઈ હતી. દુર્ઘટનાના સમયે બારામતી વિસ્તારમાં ભારે ધુમ્મસ છવાયેલું હતું, જેના કારણે પાયલોટને એરસ્ટ્રીપ સ્પષ્ટ દેખાઈ નહોતી. એવામાં ધુમ્મસના લીધે લેન્ડિંગ દરમિયાન વિમાનની દિશા ભટકી ગઈ અને ત્યારબાદ દુર્ઘટના સર્જાઈ. હાલ આ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે અને અધિકારીઓ દ્વારા તમામ પાસાઓની ચકાસણી કરવામાં આવી રહી છે.

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન ક્રેશ થયું,જુઓ પરિવારમાં કોણ કોણ છે,અહી ક્લિક કરો