Live એન્કાઉન્ટર, ઘરમાં છુપાઈ ગયા 4 ખૂંખાર આરોપીઓ, પોલીસે કર્યો ચોમેર ઘેરો, જુઓ વીડિયો

Live એન્કાઉન્ટર, ઘરમાં છુપાઈ ગયા 4 ખૂંખાર આરોપીઓ, પોલીસે કર્યો ચોમેર ઘેરો, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Feb 18, 2025 | 4:42 PM

બિહારની રાજધાની પટનામાં પોલીસ અને ખૂંખાર આરોપીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. પટના STFએ આરોપીઓને ચારેબાજુથી ઘેરી લીધા છે. પટનાના કાંકરબાગ પોલીસ સ્ટેશન વિસ્તારના રામ લખન પથમાં બંને તરફથી સામ સામે ગોળીબાર થઈ રહ્યો છે. ચાર ગુનેગારો એક ઘરમાં ઘૂસી ગયા છે.

બિહારની રાજધાની પટનામાં પોલીસ અને ખૂંખાર આરોપીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. પટના STFએ આરોપીઓેને ચારેબાજુથી ઘેરી લીધા છે. પટનાના કાંકરબાગ પોલીસ સ્ટેશન વિસ્તારના રામ લખન પથમાં ઘરમાં ઘૂસી ગયેલા આરોપીઓ અને ઘેરો ઘાલીને બેઠેલ પોલીસ તરફથી સામસામે ગોળીબાર થઈ રહ્યો છે.

ઘરમાં ઘૂસી ગયેલા ખૂંખાર આરોપીઓને ઝબ્બે કરવા માટે પોલીસે સમગ્ર ઘર અને વિસ્તારને ચારેબાજુથી ઘેરી લીધો છે. પોલીસે આરોપીઓને આત્મસમર્પણ કરવાનું કહ્યું છે. પટનાના અનેક પોલીસ સ્ટેશનની પોલીસને ઘટનાસ્થળે બોલાવી લેવાઈ છે. ઘટનાસ્થળે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ હાજર છે. સમગ્ર વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તહેનાત કરવામાં આવ્યો છે.

સ્થિતિ જોઈને પોલીસે પણ જવાબી કાર્યવાહી કરી અનેઆરોપીઓને એક રૂમની અંદર ઘેરી લીધા છે. ખૂંખાર આરોપીઓ એક ઘરમાં સંતાયા હોવાની માહિતી મળતા જ તમામ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, જરૂરી પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર સમગ્ર વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ દળો તહેનાત કરવામાં આવ્યા છે.