Kam Ni Vaat: ગિફ્ટ પર ક્યારે લાગે છે ટેક્સ, ક્યારે મળે છે છૂટ, અહીં મળશે તમારા દરેક સવાલનો જવાબ

ગિફ્ટમાં મળેલી જંગમ (Moveable)  એટલે કે શેર, દાગીના, આર્ટ વગેરે અને સ્થાવર (Immovable) એટલે કે  પ્રોપર્ટી, જમીન વગેરે સંપત્તિ પર આવકવેરા કાયદાની સેક્શન 56 અંતર્ગત ટેક્સ અને રાહત આપવામાં આવેલી છે.

Dipali Barot
| Edited By: | Updated on: Jul 15, 2022 | 3:03 PM

ગિફ્ટ (gift) લેવી સૌને પસંદ હોય છે. પરંતુ જો ગિફ્ટ પર ટેક્સ ચુકવવો પડે તો? કોઈને પસંદ નહીં પડે. ગિફ્ટ સાથે જોડાયેલા આવકવેરા નિયમોને (Income Tax Rules) જાણી લેવા જોઈએ, નહીંતર તમારે ગિફ્ટ પર વધુ ટેક્સ (Tax) ચુકવવાનો વારો આવી શકે છે. એક લિમીટથી વધુ રોકડ કે ચેકમાં ગિફ્ટ મળે છે તો તેના પર ટેક્સ ચુકવવો પડે છે. ગિફ્ટમાં મળેલી જંગમ (Moveable)  એટલે કે શેર, દાગીના, આર્ટ વગેરે અને સ્થાવર (Immovable) એટલે કે  પ્રોપર્ટી, જમીન વગેરે સંપત્તિ પર આવકવેરા કાયદાની સેક્શન 56 અંતર્ગત ટેક્સ અને રાહત આપવામાં આવેલી છે.

સમજો ગિફ્ટ પર લાગતા ટેક્સને

1. ગિફ્ટને ઈનકમ ટેક્સ એક્ટ 1961 (Income Tax Act 1961)ની કલમ 56(2)માં સામેલ કરવામાં આવી છે.
2. એક વર્ષમાં જો તમને ગિફ્ટ 50,000 રુપિયા સુધી મળે છે તો તેના પર કોઈ ટેક્સ નહીં આપવો પડે.
3. પરંતુ જો 50,000થી વધુની રકમ ગિફ્ટ રુપે મળે છે તો તેની પુરી રકમ પર ટેક્સ આપવો પડશે.
4. તેને ઈનકમ ફ્રોમ અધર સોર્સ (Income from other sources) માનવામાં આવે છે.
5. તેના પર ટેક્સ સ્લેબ (Tax slab) ના આધારે ટેક્સ આપવો પડશે.

કઈ ગિફ્ટ છે ટેક્સ ફ્રી?

1. કેટલીક ગિફ્ટને ટેક્સ માળખાની બહાર રાખવામાં આવી છે.

2. જેમ કે લગ્નમાં મળનાર ગિફ્ટ ટેક્સ ફ્રી છે.

3. લગ્નમાં સંબંધીઓ તરફથી મળેલી ગિફ્ટ્સ પર પણ કોઈ ટેક્સ લાગતો નથી.

4. વારસામાં મળેલી કોઈ પણ વસ્તુ ટેક્સ માળખા (Tax structure)ની બહાર છે.

5. જો કોઈ વ્યક્તિ મરતા પહેલા કોઈને ગિફ્ટમાં કંઈક આપે છે તો તે પણ ટેક્સ ફ્રી છે.

6. સંબંધીઓ તરફથી મળેલી ભેટ પણ ટેક્સ ફ્રી છે.

આ સંબંધીઓ આપેલી ગિફ્ટ પર નહીં લાગે ટેક્સ

આવકવેરા અધિનિયમનના સેક્શન 56માં કેટલાક સંબંધીઓ પાસેથી મળેલી ગિફ્ટ પર ટેક્સ છૂટ પણ અપાઈ છે. જેમ કે પતિ, પત્ની, ભાઈ, બહેન, પતિ-પત્નીના ભાઈ-બહેન, મામા-મામી, કાકા-કાકી સહિત નજીકના સબંધીઓ પાસેથી મળેલી ગિફ્ટ પર ટેક્સ છૂટ અપાઈ છે. આ લોકો પાસેથી મળેલી કોઈ પણ પ્રકારની ગિફ્ટ પર ટેક્સ નથી લાગતો. પરંતુ મિત્રો, આ શ્રેણીમાં નથી આવતા અને તેમની પાસેથી મળેલી ગિફ્ટ પર ટેક્સ લાગે છે.

ગિફ્ટમાં મળેલી પ્રોપર્ટી પર ટેક્સ

1. પ્રોપર્ટી ગિફ્ટ રૂપે આપવા માટે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ (Transfer of Property Act) અંતર્ગત એક રજીસ્ટર્ડ ડૉક્યુમેન્ટ તૈયાર કરવો પડે છે.

2. જેના પર એ વ્યક્તિના હસ્તાક્ષર હોય છે, જે પ્રોપર્ટી ગિફ્ટ આપે છે.

3. જો તમને આવી કોઈ ગિફ્ટ મળે છે, જેનાથી ભવિષ્યમાં આપને આવક થવાની છે તો તે આવક (Income) પર આપને ટેક્સ આપવો પડશે.

4. દાખલા તરીકે કોઈ આપને કોમર્શિયલ પ્રોપર્ટી (Commercial property) ગિફ્ટ કરે છે તો આ પ્રોપર્ટીના રેન્ટથી થનાર આવક પર ટેક્સ આપવો પડશે.

5. જો તમને કોઈ સંબંધી તરફથી સંપત્તિ ગિફ્ટમાં મળે છે તો પહેલી વાર તમારે તેને વેચતી વખતે ટેક્સ ચુકવવો પડશે.

6. તેની કિંમત એટલી જ નક્કી કરાશે, જેટલી પ્રોપર્ટીના અગાઉના માલિકોએ ચૂકવી હોય.

Follow Us:
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
g clip-path="url(#clip0_868_265)">