Kam-Ni-Vaat : જાણો કિસાન ક્રેડિટ કાર્ડ માટે કેવી રીતે કરવી અરજી, શું છે તેના લાભ, કેટલી મળે છે લોન

જાણો કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને થતા ફાયદા અને સાથે જ જાણો તેના માટે ઓનલાઈન અરજી કરવાની રીત

Dipali Barot
| Edited By: | Updated on: Apr 22, 2022 | 1:56 PM

કેન્દ્ર સરકાર (Central Government) અને રાજ્ય સરકાર (State Government) ખેડૂતોની આવક બમણી કરવા માટે અનેક યોજનાઓ ચલાવે છે. જે અંતર્ગત પૈસાની અછતના કારણે કૃષિ વિકાસને કોઈ માઠી અસર ના થાય તે માટે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શરૂ કરવામાં આવી. જેનાથી કિસાન પોતાની કૃષિ જરૂરિયાતોને ઓછા વ્યાજ દરે પૂરી કરી શકે છે. કિસાન ક્રેડિટ કાર્ડ (Kisan Credit Card) યોજના ભારતમાં ખેડૂતોને ઓછા સમય માટે લોન લેવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી હતી. ખેડૂત પોતાની કૃષિ જરૂરીયાતો (Agricultural requirements) ને પૂર્ણ કરવા માટે કિસાન ક્રેડિટ કાર્ડના માધ્યમથી ઓછા વ્યાજ દરે (Interest rate) લોન લઇ શકે છે. ખેડૂતો સરળતાથી આ યોજનાનો લાભ લઈ શકે તે માટે તેની અરજી પ્રક્રિયાને પણ સરળ બનાવી દેવામાં આવી છે.

કિસાન ક્રેડિટ કાર્ડ (Kisan Credit Card) ના ફાયદા

  1.  કિસાન ક્રેડિટ કાર્ડને પીએમ કિસાન સન્માન નિધિ યોજના સાથે જોડવામાં આવ્યું છે.
  2. જેનો લાભ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત પહેલાથી નોંધાયેલા ખેડુતોને થાય છે.
  3.  આ અંતર્ગત લેવામાં આવેલી લોન (Loan) પર વાર્ષિક 7 ટકાના દરે વ્યાજ લેવામાં આવે છે.
  4. જો ખેડૂત સમયસર લોન ચૂકવે તો તેને પણ 3 ટકાની છૂટ મળે છે.
  5.  જો કોઈ ખેડૂત ક્રેડિટ કાર્ડ દ્વારા લોન લે છે, તો તેને 1 લાખ રૂપિયા પર એક વર્ષ માટે 7 હજાર રૂપિયા ચૂકવવા પડશે.
  6. જો ખેડૂત સમયસર લોન પરત આપે તો તેને 3 હજાર રૂપિયાની છૂટ મળે છે.
  7. આ ઉપરાંત પશુપાલકો (Pastoralists) અને માછીમારો (Fishermen)ને પણ ખેડૂત ધિરાણ (Farmer lending)ની સુવિધા મળી રહી છે.
  8. આના માધ્યમથી 3 લાખ રૂપિયા સુધીની લોન પર સર્વિસ ચાર્જ લેવામાં આવશે નહીં.
  9. 1.6 લાખ સુધીની લોન માટે કોઈ વસ્તુને ગીરવે મૂકવાની રહેશે નહીં.

કિસાન ક્રેડિટ કાર્ડ માટે કોણ છે પાત્ર

  1. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતો 1.6 લાખ રૂપિયાની લોન કોઈ પણ ગેરંટી વગર લઇ શકે છે.
  2. 3 વર્ષમાં ખેડૂત કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા 5 લાખ રૂપિયા સુધીની લોન લઇ શકે છે.
  3. જેનો થોડો ભાગ ખર્ચ માટે નક્કી કરવામાં આવ્યો છે.
  4. કિસાન ક્રેડિટ કાર્ડ બેંક દ્વારા આપવામાં આવે છે.
  5. આ ક્રેડિટ કાર્ડ એ જ ખેડૂતોને આપવામાં આવે છે જેમનું પીએમ કિસાન સન્માન નિધિમાં એકાઉન્ટ હોય.

કિસાન ક્રેડિટ કાર્ડ માટે ક્યા દસ્તાવેજની જરૂર

ભારતીય રિઝર્વ બેંક (RBI) ની માર્ગદર્શિકા મુજબ કિસાન ક્રેડિટ કાર્ડ અરજી માટે જરૂરી દસ્તાવેજ બેંકના દિશાનિર્દેશ મુજબ હોવા જોઇએ, અને દરેક બેંક પાસે જરૂરી દસ્તાવેજ માટે એક અલગ સેટ હોય છે. જેમાં

ભરેલો અરજી પત્ર
આઈડી પ્રૂફની કોપી જેમ કે પાન કાર્ડ, વોટર આઈડી, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ વગેરે
એડ્રેસ પ્રૂફની કોપી જેમ કે આધાર કાર્ડ, લાઈટ બીલ, ડ્રાઈવિંગ લાયસન્સ વગેરે
જમીનના દસ્તાવેજની કોપી
અરજીકર્તાનો પાસપોર્ટ સાઈઝનો ફોટો

કિસાન ક્રેડિટ કાર્ડ માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

  1. બેંકની સત્તાવાર વેબસાઇટ પર જાવ
  2. ક્રેડિટ કાર્ડની ઉપલબ્ધતા યાદી પરથી ‘કિસાન ક્રેડિટ કાર્ડ’ની પસંદગી કરો
  3. ‘લાગૂ કરો’ બટન પર ક્લિક કરો
  4. તમને ઓનલાઇન અરજી પેજ પર જવા માટે કહેવામાં આવશે
  5. તમામ જરૂરી વિગત ભરો અને ‘Submit’ પર ક્લિક કરો
  6. એક વાર જ્યારે તમે અરજી જમા કરો છો, તો સિસ્ટમ ઓટોમેટિક અરજી સંખ્યા જનરેટ કરશે
  7. તેને નોટ કરી લો અને ભવિષ્યની તમામ જરૂરિયાત માટે તેનો ઉપયોગ કરો.
  8. જો તમે પાત્ર છો, તો બેંક અરજીને પ્રોસેસ કરશે
  9. તમને 3 થી 4 વર્કિંગ દિવસની અંદર કોલ આવશે
  10. જેમાં તમારી અરજી પ્રક્રિયામાં આગળ શું કરવુ તે અંગે જણાવશે

અને અંતે બેંક તરફથી તમને કિસાન ક્રેડિટ કાર્ડ ઉપલબ્ધ કરાવાશે.

 

આ પણ વાંચો : Kam-Ni-Vaat: વહેલી તકે PANCARD સાથે AADHAARને કરી લો લિંક, 31 માર્ચ પછી નુકસાનનો કરવો પડશે સામનો

આ પણ વાંચો : Kam Ni Vaat : સુકન્યા સમૃદ્ધિ યોજના એટલે શું ? કયા છે તેના લાભ ? કેવી રીતે ખોલાવશો ખાતું ? જાણો તમામ વિગત

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">