Heavy rain in Delhi : ઘણી જગ્યાએ પાણી ભરાયા, જનજીવન ખોરવાયું, આજે શાળાઓ રહેશે બંધ, Watch Video

|

Aug 01, 2024 | 11:25 AM

Heavy rain in Delhi : બુધવારે દિલ્હીમાં વરસાદને કારણે આજે તમામ શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. વરસાદને કારણે દિલ્હી, ગુરુગ્રામ, નોઈડા, ગાઝિયાબાદ અને ફરીદાબાદ તરફ જતા રસ્તાઓ પર ટ્રાફિકની સ્થિતિ અવ્યવસ્થિત દેખાઈ હતી.

દિલ્હીમાં ભારે વરસાદને કારણે આજે એટલે કે 1લી ઓગસ્ટે તમામ શાળાઓ બંધ રહેશે. શિક્ષણ મંત્રી આતિશીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ જાણકારી આપી છે. આતિશીએ પોસ્ટમાં કહ્યું કે, બુધવારે સાંજે ભારે વરસાદ અને ગુરુવારે ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને 1 ઓગસ્ટના રોજ તમામ સરકારી અને ખાનગી શાળાઓ બંધ રહેશે.

બુધવારે સાંજે દિલ્હીમાં વરસાદને કારણે મોટાપાયે પાણી ભરાઈ ગયા હતા અને વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. જેના કારણે રસ્તાઓ પર અરાજકતા સર્જાઈ હતી. બુધવારે દિલ્હીમાં એક કલાકમાં 100 મીમીથી વધુ વરસાદ નોંધાયો હતો.

એર ટ્રાફિકને પણ થઈ હતી અસર

ભારે વરસાદ અને ખરાબ હવામાનને કારણે એર ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો. દિલ્હી એરપોર્ટ પર ઉતરતી ઓછામાં ઓછી 10 ફ્લાઈટોને અન્ય એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી. જેમાંથી આઠ ફ્લાઈટ જયપુર અને બે લખનઉ એરપોર્ટ પર લેન્ડ થઈ હતી.

ભારતના હવામાન વિભાગ (IMD) મુજબ શહેરના પ્રમાણભૂત હવામાન મથક સફદરજંગે સાંજે 5:30 થી 8:30 વાગ્યાની વચ્ચે 79.2 મીમી વરસાદ નોંધ્યો હતો. જ્યારે મયુર વિહારમાં 119 મીમી વરસાદ નોંધાયો હતો; દિલ્હી યુનિવર્સિટીમાં 77.5 મીમી, પુસામાં 66.5 મીમી; અને પાલમ વેધશાળામાં 43.7 મીમી વરસાદ નોંધાયો હતો.

મુસાફરોને સલામત સ્થળે રહેવા કરી રહ્યા છે અપીલ

દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ અધિકારીઓને એલર્ટ રહેવા કહ્યું છે. વરસાદને કારણે ખાસ કરીને દિલ્હી અને ગુરુગ્રામ, નોઈડા, ગાઝિયાબાદ અને ફરીદાબાદ તરફ જતા રસ્તાઓ પર ટ્રાફિકની સ્થિતિ અસ્તવ્યસ્ત હતી. વરસાદને કારણે કનોટ પ્લેસના ઘણા શોરૂમ અને રેસ્ટોરન્ટમાં પાણી ઘુસી ગયા હતા. વ્યાપક પાણી ભરાવાને કારણે ટ્રાફિક પોલીસે મુસાફરોને અમુક રસ્તાઓ ટાળવા માટે સલાહ આપી.

Next Video