પેપર લીક મુદ્દે યુવરાજ સિંહની સરકારને ચીમકી, અસિત વોરા રાજીનામું નહીં આપે તો કરીશું આંદોલન

પેપરલીક મુદ્દે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે કહ્યું કે, જો અસિત વોરા રાજીનામું નહીં આપે તો, ગુજરાતના યુવાઓ અને ઉમેદવારો રસ્તા પર ઉતરશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 28, 2021 | 9:22 PM

ગુજરાતમાં(Gujarat) ગૌણ સેવાના પેપર લીક(Paper leak)મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ ( Yuvrajsinh)
જાડેજાએ ફરી એકવાર સરકારને અલ્ટીમેટમ આપ્યું છે.ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાની(Asit Vora)હકાલપટ્ટી કરવા માટે યુવરાજસિંહે સરકારને 2 દિવસનો સમય આપ્યો છે.

યુવરાજસિંહે કહ્યું કે, “જો અસિત વોરા રાજીનામું નહીં આપે તો, ગુજરાતના યુવાઓ અને ઉમેદવારો રસ્તા પર ઉતરશે”.આ ઉપરાંત સરકાર પર ગંભીર આક્ષેપ કરતા તેમણે કહ્યું કે, “પેપર લીક કાંડમાં શંકાની સોય જેના પર છે, તેવા આસિત વોરાને સરકાર છાવરી રહી છે”

તો, બુધવારે સવારે AAP નેતા મહેશ સવાણી પારણા કરશે.યુવરાજસિંહ જાડેજાએ મહેશ સવાણી સહિતના AAP નેતાઓને ઉપવાસ છોડી દેવાની અપીલ કરી હતી.હોસ્પિટલમાં દાખલ મહેશ સવાણીની તબિયત ગંભીર હોવાનું યુવરાજસિંહે જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં આમ આદમી પાર્ટી પ્રદેશ કાર્યાલય ખાતે આમરણાંત ઉપવાસ પર બેઠેલા આપ નેતા મહેશ સવાણીને મંગળવારે એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં તેમના રૂટિન હેલ્થ ચેકઅપ દરમ્યાન સુગર લેવલ ઘટતું જણાતા ડૉકટરે હોસ્પિટલમાં એડમિટ થવાની સલાહ આપતા એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં ગૌણ સેવા મંડળમાં હેડક્લાર્ક પેપર લીક કાંડ મુદ્દે તેવો આમરણાંત ઉપવાસ પર બેઠા હતા.આમ આદમી પાર્ટીના નેતા મહેશ સવાણી હેડ ક્લાર્ક પેપર લીક મુદ્દે ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાના રાજીનામાની માંગણી અને વિધાર્થીઓએ થયેલા આર્થિક નુકશાનની ચૂકવણીની માંગણી સાથે છેલ્લા ચાર દિવસથી ઉપવાસ પર બેઠા હતા.

આ પણ વાંચો : અમદાવાદમાં કોરોનાની સાથે મચ્છરજન્ય રોગચાળો પણ વકર્યો, હોસ્પિટલમાં દર્દીઓની ભીડ

આ પણ વાંચો:  ગુજરાતમાં કોરોના વિસ્ફોટ, નવા 394 કેસ સાથે એક્ટીવ કેસ વધીને 1420 થયા, ઓમિક્રોનના નવા 5 કેસ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">