પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે ખટખટાવ્યા હાઈકોર્ટના દ્વાર, જાણો શું છે સમગ્ર મામલો

|

Jun 20, 2024 | 6:29 PM

પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા છે. યુસુફ પઠાણે હાઈકોર્ટમાં સરકારી તંત્ર સામે મોટો આરોપ લગાવ્યો છે. યુસુફ પઠાણે કહ્યું કે, અલગ પક્ષમાંથી ચૂંટાયો હોવાથી મને હેરાન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

જમીન પર દબાણની નોટિસ મામલે પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા છે. યુસુફ પઠાણે હાઈકોર્ટમાં સરકારી તંત્ર સામે મોટો આરોપ લગાવ્યો છે. યુસુફ પઠાણે કહ્યું કે, અલગ પક્ષમાંથી ચૂંટાયો હોવાથી મને હેરાન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તંત્રએ નોટિસ મોકલીને કહ્યું કે દબાણ દૂર નહીં કરો તો બુલડોઝર લઈને આવીશું.

બીજી તરફ હાઈકોર્ટે પણ 10 વર્ષ સુધી કંઈ ન કરાયા અંગે સવાલ ઉઠાવ્યા છે. હાઈકોર્ટે કહ્યું કે 10 વર્ષ કંઈ ન કરાયું અને 6 જુને અચાનક કેમ નોટિસ મોકલવામાં આવી. ઉલ્લેખનીય છે કે, વડોદરામાં જમીન પર દબાણ કરવા મામલે કોર્પોરેશને નોટિસ આપી છે. 2012માં જમીન માટે અરજી કરી હોવાની યુસુફ પઠાણે કોર્ટમાં રજૂઆત કરી છે. 2014માં કોર્પોરેશન દ્વારા અલગ ઠરાવ લાવવામાં આવ્યો હોવાની પણ યુસુફ પઠાણ દ્વારા કોર્ટમાં રજૂઆત કરાઈ છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટે વડોદરા કોર્પોરેશન પાસે ખુલાસો માંગ્યો છે.

Next Video