Surat : લિંબાયત વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક, મોડી રાત્રે વીજ મીટર પેટીઓમાં લગાવી આગ, જુઓ Video

|

Nov 03, 2024 | 12:50 PM

સુરતના લિંબાયત વિસ્તારમાં અસામજિક તત્વોનો આતંક યથાવત છે. મોડી રાત્રે અસામાજિક તત્વોએ વીજ મીટર પેટીઓમાં આગ લગાવી હતી. લિંબાયત વિસ્તારના નારાયણ નગર SMC આવાસ બિલ્ડિંગની ઘટના સામે આવી છે.

સુરતના લિંબાયત વિસ્તારમાં અસામજિક તત્વોનો આતંક યથાવત છે. મોડી રાત્રે અસામાજિક તત્વોએ વીજ મીટર પેટીઓમાં આગ લગાવી હતી. લિંબાયત વિસ્તારના નારાયણ નગર SMC આવાસ બિલ્ડિંગની ઘટના સામે આવી છે. ગત રોજ વહેલી સવારે થયેલા ઝઘડાએ રાત્રે રૌદ્ર ધારણ કર્યું છે. આ સમગ્ર મામલે લિંબાયત પોલીસ ઊંઘતી ઝડપાઈ છે. પોલીસ દ્વારા અસામાજિક તત્વોએ વીજ મીટર પેટીમાં આગ લાગવતા અરાજકતાનો માહોલ જોવા મળ્યો છે. ફાયર વિભાગની ગાડીઓએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો છે.

દિવાળીના ફટાકડા ફોડવા બાબતે 2 જૂથ વચ્ચે થયુ અથડામણ

બીજી તરફ આ અગાઉ જામનગરમાં દિવાળીના ફટાકડા ફોડવા બાબતે 2 જૂથ વચ્ચે અથડામણ થયુ હતુ. દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં જૂથ અથડામણની ઘટના બની હતી. જેમાં બંન્ને જૂથના 7 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર અર્થે સરકારી જી.જી.હોસ્પિટલ ખસેડાયા હતા. બનાવની જાણ થતા જ જામનગર શહેર પોલીસ ટીમ દોડી આવી હતી. પોલીસ દ્વારા 2 પક્ષ સામે વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

 

Next Video