Ahmedabad: પર્યાવરણ જાગૃતિ માટે કોલકત્તાના બે યુવાનો ભારત ભ્રમણ કરતાં અમદાવાદ પહોંચ્યા, જુઓ VIDEO
કોલકત્તાના બે યુવાનો દેશમાં ભાઈચારો અને પર્યાવરણની સમતુલા જળવાઈ રહે તેવા હેતુથી સાઈકલ પર બે યુવાનો ભારત ભ્રમણ પર નીકળ્યા છે, જે અમદાવાદ ખાતે આવી પહોંચાય.
Save Environment: પર્યાવરણ એ હાલના સમયનો મુખ્ય પ્રશ્ન છે. પર્યાવરણની જાળવણી માટે હરકોઈ સંસ્થાઓ આગળ આવી છે. ત્યારે કોલકતાથી બે યુવાનો દેશમાં ભાઈચારો અને પર્યાવરણના સંવર્ધનની ભાવના સાથે નીકળ્યા હતા, જે શુકવારે રાતે નવેક કલાકે હાટકેશ્વર CTM માર્ગ પર તિરંગા સાથે સાઈકલ પર આવી પહોંચતા સ્થાનિકોએ વંદેમાતરમ અને ભારત માતા કી જયના નારા સાથે તેઓનું ઉત્સાહ ભેર સ્વાગત કર્યું હતું.
આ પણ વાંચો : સરદાર પટેલ રીન્યુએબલ એનર્જી રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા રસોડાના કચરામાંથી ગંધહીન બાયોગેસની કરાઈ શોધ
કોલકતાના આ બે યુવાનો બાવીસ રાજ્યોનો સાઈકલ પર પ્રવાસ કરીને ગુજરાતના અમદાવાદ શહેરના હાટકેશ્વર સર્કલ ખાતે રાતવાસો કર્યો હતો. મહત્વનું છે કે અમદાવાદના સ્થાનિકો દ્વારા આ બંને યુવાનો માટે રહેવાની વયવસ્થા કરી હતી. મહત્વનું છે કે છેલ્લા સાત માસથી આ બે યુવાનો બંગાળ સહિત અનેક જગ્યા બે જુદીજુદી કોમ વચ્ચે વૈમનસ્યના ફેલાઈ અને ભાઈચારો બની રહે તેવા ઉમદા ઉદેશ સાથે સાત માસથી સાઈકલ પર ભારત ભ્રમણ કરી રહ્યા છે. આ બાદ આગળ તેઓ મહારાષ્ટ્ર સહિત દક્ષિણના રાજ્યોનો પ્રવાસ પુરો કરીને વતન બંગાળના કોલકત્તા પહોંચીને જાગૃતિ યાત્રાની પૂર્ણાહુતિ કરશે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો