કડીનો યુવક જન્મ દિવસે જ હાર્ટએટેકથી મોતને ભેટ્યો, નોકરીના સ્થળે જ ઢળી પડ્યો

કડીનો યુવક જન્મ દિવસે જ હાર્ટએટેકથી મોતને ભેટ્યો, નોકરીના સ્થળે જ ઢળી પડ્યો

| Edited By: | Updated on: Jan 13, 2024 | 3:15 PM

કડીના કુંડાળ ગામે 26 વર્ષના યુવકનું મોત નિપજ્યાના સમાચાર સામે આવ્યા છે. યુવક નોકરી પર હતો ત્યાં જ તે ઢળી પડતા તેને સાથી કર્મચારીઓ દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ જ્યાં તે મૃત્યુ પામ્યો હોવાના સમાચાર તબિબોએ આપ્યા હતા. મૃતક યુવકનો જે દિવસે જન્મ દિવસ હતો એ જ દિવસે તે મોતને ભેટતા પરિવાર અને મિત્ર વર્તુળમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

વાત મહેસાણા જિલ્લાથી. જ્યાં કડીના કુંડોળ ગામનો એક 26 વર્ષીય યુવક જન્મદિવસે જ મોતને ભેટ્યો છે. નિત્યક્રમ મુજબ તે ખાનગી કંપનીમાં પોતાની નોકરીએ જવા નિકળ્યો હતો. કંપનીમાં પહોંચીને ફરજ પર કામ કરતો હતો, એ દરમિયાન જ તે અસ્વસ્થતા અનુભવવા લાગ્યો હતો. અન્ય કર્મચારીઓ તેની મદદે દોડી આવ્યા હતા, પરંતુ તે ત્યાં જ ઢળી પડ્યો હતો.

આ પણ વાંચો: કોંગ્રેસ, ભાજપ અને બળવો.. હવે ફરી પાછા કેસરીયા! લગ્ને-લગ્ને ‘કુંવારા’ MLA

સાથી કર્મચારીઓએ તેને તુરત જ નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરંતુ સારવાર માટે લઈ જવાતા ત્યાં તબિબોએ યુવક કુંજ પટેલ મોતને ભેટ્યો હોવાના સમાચાર તબિબોએ આપ્યા હતા. કુંજ પટેલનો 12 જાન્યુઆરીએ જન્મ દિવસ હતો અને એજ દિવસે તે મોતને ભેટતા પરિવારજનો અને મિત્રોમાં શોકનું વાતાવરણ છવાઈ ગયુ હતુ.

મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jan 13, 2024 03:14 PM