વડા પ્રધાન મોદીની લોકપ્રિયતા અપાર ! PMને જોતા જ યુવક ચોધાર આંસુએ રડ્યો, જુઓ Video

વડા પ્રધાન મોદીની લોકપ્રિયતા અપાર ! PMને જોતા જ યુવક ચોધાર આંસુએ રડ્યો, જુઓ Video

| Edited By: | Updated on: Mar 08, 2025 | 1:20 PM

વડાપ્રધાન મોદીના સુરતના રોડ શો દરમિયાન અનેક લોકો પીએમ મોદીની ઝલક જોવા ઉમટ્યા હતા. આ રોડ શો દરમિયાન એક યુવક આતુરતાથી વડાપ્રધાન મોદીની રાહ જોઈ રહ્યો હતો અને તેના હાથમાં વડાપ્રધાન મોદી અને તેમના માતા હીરાબાની તસવીર હતી.

સુરતનાં યુવાનની આંખો PM મોદીને જોઇને અશ્રુભીની થઇ ગઈ હતી. આ ભાવુક ક્ષણે વડાપ્રધાન મોદીએ યુવક સાથે વાત કરી અને યુવક પાસે રહેલી તસવીર પર પોતાનો ઓટોગ્રાફ આપ્યો. યુવકનું કહેવું છે કે આ ઘડીએ તેને એવો અનુભવ કરાવ્યો કે તે દુનિયાનો સૌથી ભાગ્યશાળી માણસ છે.

દિવ્યાંગે PM મોદીને અર્પણ કર્યું પેઇન્ટિંગ

બીજી તરફ વડાપ્રધાન મોદીની સુરત મુલાકાત દરમિયાન સુરતના દિવ્યાંગે બનાવેલું રામ મંદિરનું પેઇન્ટિંગ તેમના સમક્ષ રજૂ કર્યું. પીએમ મોદીના રોડ શો વખતે કલાકારે પોતાની કૃતિ વડાપ્રધાન સમક્ષ રજૂ કરી હતી.

રામ મંદિરનું પેઇન્ટિંગ જોઇને પીએમ મોદી ખુશ થઇ ગયા અને તેમણે પેઇન્ટિંગ પર ઓટોગ્રાફ આપ્યો. જેના કારણે દિવ્યાંગની આંસોમાં ખુશીના આંસુ જોવા મળ્યા.સભા પૂર્ણ થયા બાદ વડાપ્રધાન મોદી દિવ્યાંગ કલાકાર મનોજને મળ્યા હતા અને તેની કલાકૃતિને બિરદાવી હતી. કલાકાર મનોજ ભીંગારેને બન્ને હાથ નથી છતાં મોઢા અને પગની મદદથી અદભત ચિત્રો કેનવાસ પર ઉતારે છે. મનોજે સતત 15 દિવસ મહેનત કરીને આ કલાકૃતિ તૈયાર કરી હતી.

Published on: Mar 08, 2025 01:20 PM