Mahisagar : વ્યાજના વિષચક્રમાં વધુ એક યુવક ફસાયો, ગોરડા ગામના યુવકે ઝેરી દવા પી કર્યો આપઘાતનો પ્રયાસ, જુઓ Video
મહીસાગરમાં વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાતનો પ્રયાસ સામે આવ્યો છે. જુના ગોરડા ગામના યુવકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવયનું સામે આવ્યું છે. વ્યાજખોર શૈલેષ પટેલ અને નિમિષા પટેલ પઠાણી ઉઘરાણી કરતા હોવાનું સામે આવ્યું છે.
મહીસાગરના જુના ગોરડા ગામમાં વધુ એક યુવક વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયો છે. વ્યાજખોરોના ત્રાસે યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો. વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળી યુવકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આપઘાતનો પ્રયાસ કરનાર યુવક પાસેથી એક સુસાઇડ નોટ મળી છે. જેમાં વ્યાજખોર શૈલેષ પટેલ અને નિમિષા પટેલના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પીડિત યુવકે શૈલેષ પટેલ અને નિમિષા પટેલ પાસેથી રૂપિયા લીધા હતા.
આ પણ વાંચો : World Gujarati Language Day : જાણો કોણ છે ‘વીર નર્મદ’, જેની જન્મજયંતિ પર ઉજવવામાં આવે છે વિશ્વ ગુજરાતી દિવસ
તેઓ વારંવાર પઠાણી ઉઘરાણી કરી માનસિક ત્રાસ આપતા હતા. વ્યાજખોરોના માનસિક ત્રાસ સહન ન થતાં આખરે કંટાળી યુવકે ઝેરી દવા પીધી હતી અને સુસાઇડ નોટમાં શૈલેષ પટેલ અને નિમિષા પટેલ નામે ગુનો દાખલ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. તો બીજી તરફ આ ઘટનાને 10 દિવસનો સમય વિતવા છતાં લુણાવાડા પોલીસે ફરિયાદ ન લીધી હોવાનો પીડિત પરિવારનો આક્ષેપ છે. પીડિત પરિવારે ન્યાય માટે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી છે અને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી છે.
મહિસાગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
