કુંભ મેળામાં એકતારો લઈને ભજન ગાતો આ યુવાન, PM મોદીનો છે સગો ભત્રીજો, જુઓ Video

| Edited By: | Updated on: Jan 19, 2025 | 1:53 PM

સચિન મોદી 'શ્રીરામ સખા મંડળ' નામના એક ભક્ત મંડળમાં સક્રિય છે. આ મંડળમાં ડોક્ટર, ચાર્ટડ એકાઉન્ટન્ટ, એન્જિનિયર જેવા ટેકનોક્રેટ લોકો સામેલ છે. આ મંડળ અમદાવાદ ગાંધીનગરના વિવિધ કાફેટેરિયામાં જઈને દર શનિવારે હનુમાન ચાલીસાના પાઠ કરે છે.

વિશ્વનો સૌથી મોટો કુંભ મેળો હાલ તેની ચરમસીમાએ છે, ત્યારે આ કુંભ મેળામાં એજ્યુકેટેડ એવા ત્રણ યુવાનોનો ભક્તિ સંગીત, ભજન ગાતો વીડિયો વાયરલ થયો છે. આ યુવાનો અને તેમના ભક્તિમાંલીન થઈને ગાતા ભજનો અંગે તપાસ કરતા જાણવા મળ્યું કે, આ યુવાનો પૈકી એક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો સગો ભત્રીજો સચિન મોદી છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સગો ભત્રીજો સચિન પંકજભાઈ મોદી પ્રયાગરાજના મહાકુંભમાં કબીરના ભજનો ગાતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે વીડિયોમાં જોવા મળતો યુવાન, વડાપ્રધાનનો ભત્રીજો હોવા છતાં એક સામાન્ય પરિવારમાંથી કોઈ કુંભના મેળામાં આવ્યું હોય અને ભક્તિના રંગે રંગાયું હોય એ જ રીતે સચિન મોદી કુંભ મેળામાં રામમય થયા છે.

ગુજરાતમાંથી લાખો શ્રદ્ધાળુઓ ભાવિક ભક્તો પ્રયાગરાજ તરફ યાત્રા કરી રહ્યા છે, મહા કુંભનો લાભ લઇ રહ્યા છે, ત્યારે વડાપ્રધાનના યુવાન ભત્રીજા સચિન મોદી પણ તેમાંથી બાકાત નથી. સચિન મોદી તેમના બે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મિત્રો સાથે મહાકુંભના મેળામાં પ્રયાગરાજ પહોંચ્યા છે અને ભક્તિમય વાતાવરણમાં ભજનો લલકારતા જોઈ શકાય છે.

વડાપ્રધાનના સગા ભત્રીજા હોવા છતાં શાહી સ્નાન સમયે સચિન મોદી કુંભના મેળામાં એક સામાન્ય ભક્તની જેમ જ ભક્તિમય રીતે તલ્લીન થયા છે. જો કે આ વાયરલ થયેલા આ વીડિયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લઘુ બંધુ પંકજ મોદી પણ જોઈ શકાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સચિન મોદી ‘શ્રીરામ સખા મંડળ’ નામના એક ભક્ત મંડળમાં સક્રિય છે. આ મંડળમાં ડોક્ટર, ચાર્ટડ એકાઉન્ટન્ટ, એન્જિનિયર જેવા ટેકનોક્રેટ લોકો સામેલ છે. આ મંડળ અમદાવાદ ગાંધીનગરના વિવિધ કાફેટેરિયામાં જઈને દર શનિવારે હનુમાન ચાલીસાના પાઠ કરે છે જેને પગલે અનેક યુવાનો આ મંડળમાં જોડાયા છે એ મોટી ઉપલબ્ધી છે.

(વીડિયો સૌજન્ય- ગુજરાત માહિતી વિભાગ, ગાંધીનગર)

Published on: Jan 19, 2025 01:50 PM