Gujarati Video : વડોદરામાં વ્યાજખોરોના ત્રાસથી યુવકનો આપઘાત, 3 આરોપીની ધરપકડ

|

May 17, 2023 | 7:38 AM

વડોદરામાં વ્યાજખોરોના ત્રાસથી યુવકના આપઘાતની ઘટના સામે આવી છે. ક્રાઈમબ્રાંચે ગુનો નોંધી 3 વ્યાજખોરોની ધરપકડ કરી છે. પિડીત ચેતન વાણંદ નામના યુવકે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હોવાનું સામે આવી છે.

રાજ્યમાં વ્યાજખોરોના વિષચક્રથી બચાવવા માટે પોલીસે  ( Police ) મેગા ડ્રાઈવ શરુ કરી હતી. તેમજ અનેક લોક દરબારોનું આયોજન પણ કરવામાં આવ્યું હતુ. છતા પણ વ્યાજખોરોનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. વડોદરામાં વ્યાજખોરોના ત્રાસથી યુવકના આપઘાતની ઘટના સામે આવી છે.

ક્રાઈમબ્રાંચે ગુનો નોંધી 3 વ્યાજખોરોની ધરપકડ કરી છે. પિડીત ચેતન વાણંદ નામના યુવકે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હોવાનું સામે આવી છે. પોલીસને તપાસ દરમિયાન મળેલી સુસાઈડ નોટમાં તમામ વ્યાજખોરોના નામ લખેલા છે. જેના આધારે પોલીસે આરોપી સાજન ભરવાડ, સુરેશ ભરવાડ, વિઠ્ઠલ ભરવાડની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો : Vadodara: 12 વર્ષની મનોદિવ્યાંગ હેત્વીએ વધાર્યુ ગુજરાતનું ગૌરવ, ફ્રીહેન્ડ પેઈન્ટિંગમાં ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નોંધાવ્યુ નામ

ગીર સોમનાથમાં વ્યાજખોરોના ત્રાસથી યુવકે કર્યો હતો આપઘાત

આ અગાઉ ગીર સોમનાથના ઉનામાં જ્યાં 2020માં જરૂરિયાતને કારણે યુવકે રૂપિયા 13 લાખની લોન લીધી હતી.જોકે વ્યાજખોરીના વિષચક્રમાં આ યુવક એવો તો ફસાયો કે તેણે અઢી વર્ષમાં 33 લાખ રૂપિયાની ચૂકવણી કરવી પડી.

મૂળ રકમથી અઢી ગણી રકમ ચૂકવ્યા બાદ પણ વ્યાજખોરોને સંતોષ ન થયો અને સિક્યોરિટી પેટે લીધેલા કોરો ચેક બાઉન્સ કરાવીને પોલીસ ફરિયાદ નોંધાવી હતી.જો પોલીસ કેસ પરત ખેંચવો હોય તો વધુ રૂપિયા આપવાની ધમકી મળતા યુવક પડી ભાંગ્યો હતો . તેમજ આખરે વ્યાજખોરોની ધમકીથી કંટાળીને યુવકે દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

 

 વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:19 am, Wed, 17 May 23

Next Video