Vadodara : નોકરી આપવાના ઠગાઈ કૌભાંડમાં ચીન કનેક્શન આવ્યુ સામે, સાયબર ક્રાઈમ સેલે 4 આરોપી ઝડપ્યા, જુઓ Video

Vadodara : નોકરી આપવાના ઠગાઈ કૌભાંડમાં ચીન કનેક્શન આવ્યુ સામે, સાયબર ક્રાઈમ સેલે 4 આરોપી ઝડપ્યા, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: May 07, 2023 | 8:34 AM

વડોદરા સાયબર ક્રાઇમ સેલે ઝડપેલા 4 આરોપીની પૂછપરછમાં મહત્વપૂર્ણ ખુલાસો થયો છે. નોકરી અપાવવાના ઠગાઈ કૌભાંડમાં ચીન અને દુબઇ સુધી તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે ઝડપાયેલા આરોપીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ અને બેંક એકાઉન્ટની પણ તપાસ કરવામાં આવી રહી છે.

વડોદરામાં નોકરી અપાવવાના ઠગાઈ કૌભાંડમાં ચીન કનેક્શન સામે આવ્યું છે. વડોદરા સાયબર ક્રાઇમ સેલે ઝડપેલા 4 આરોપીની પૂછપરછમાં મહત્વપૂર્ણ ખુલાસો થયો છે. નોકરી અપાવવાના ઠગાઈ કૌભાંડમાં ચીન અને દુબઇ સુધી તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે ઝડપાયેલા આરોપીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ અને બેંક એકાઉન્ટની પણ તપાસ કરવામાં આવી રહી છે. આરોપીઓ ટેલિગ્રામના માધ્યમથી નોકરી આપવાનું કહી ઠગાઇ કરતા હોવાની માહિતી પણ સામે આવી છે.

આ પણ વાંચો : Vadodara પોલીસનો નવતર પ્રયોગ, સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા 270 બાળકો માટે વિશેષ સમર કેમ્પનું આયોજન

વડોદરામાં ચાઇનીઝ એપથી અનેક લોકો સાથે ફ્રોડની ફરિયાદ થઈ હતી

વડોદરામાં ચાઇનીઝ કંપનીના ફ્રોડ નેટવર્કથી અનેક લોકો સાથે છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ સામે આવી હતી. જેમાં એજન્ટ દ્વારા લોનની એપ્લીકેશન મારફતે રોકણની લાલચ આપી ઉમંગ પટેલે અનેક લોકોને છેતર્યા હતો. જેમાં અનેક લોકો પાસેથી ડોક્યુમેન્ટ લઈને એકાઉન્ટ ખોલાવ્યા હતા. વડોદરાના વાઘોડિયા રોડ પર રહેતો દીપિકા ભગતનો પરિવાર પણ આવી જ છેતરપિંડીનો ભોગ બન્યો હતો. જેમાં દીપિકાના નામે એકાઉન્ટ ખોલાવી ઉમંગે ઠગાઈ કરી હતી.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published on: May 07, 2023 08:34 AM
g clip-path="url(#clip0_868_265)">