AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vadodara: 12 વર્ષની મનોદિવ્યાંગ હેત્વીએ વધાર્યુ ગુજરાતનું ગૌરવ, ફ્રીહેન્ડ પેઈન્ટિંગમાં ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નોંધાવ્યુ નામ

Vadodara: વડોદરાની 12 વર્ષની મનોદિવ્યાંગ દીકરીએ સમગ્ર દેશમાં ગુજરાતનું ગૌરવ વધાર્યુ છે. ધોરણ 8માં અભ્યાસ કરતી હેત્વીએ ફ્રી હેન્ડ પેઈન્ટિંગમાં ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ બનાવ્યો છે. ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના હસ્તે પ્રમાણપત્ર અને મેડલ એનાયત કરી પ્રતિભાશાળી દીકરીનું સન્માન કર્યુ છે.

Vadodara: 12 વર્ષની મનોદિવ્યાંગ હેત્વીએ વધાર્યુ ગુજરાતનું ગૌરવ, ફ્રીહેન્ડ પેઈન્ટિંગમાં ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નોંધાવ્યુ નામ
yunus.gazi
| Edited By: | Updated on: May 16, 2023 | 8:37 PM
Share

વડોદરાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળામાં ધો. ૮ માં અભ્યાસ કરતી હેત્વી ખીમસુરિયાએ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં પોતાનું નામ અંકિત કરવાની સાથે સમગ્ર વડોદરાને ગૌરવ અપાવ્યું છે. ગુજરાતની યશકલગીમાં વધુ એક મોરપીંછ ઉમેરનાર આ મનોદિવ્યાંગ બાળકીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરીને સન્માન કરવામાં આવ્યું હતું.

મનોદિવ્યાંગ હેત્વીએ ફ્રી હેન્ડ પેઇન્ટિંગમાં ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ બનાવ્યો

જન્મથી 75 ટકા સેરેબ્રલ પાલ્સી, મેન્ટલ રિટાર્ડેશન જેવા અસાધ્ય રોગથી પીડાતી હેત્વીએ પોતાની નબળાઈને પડકાર આપીને આ સિદ્ધિ હાંસલ કરી છે. આર્ટ અને ક્રાફ્ટમાં અનેક પ્રમાણપત્રો પ્રાપ્ત કરનાર 12 વર્ષીય હેત્વીએ ફ્રી હેન્ડ પેઇન્ટિંગમાં ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ બનાવ્યો છે.

માતાપિતાએ હેત્વીને શૈક્ષણિક પઝલો બાદ રંગોવી ઓળખ શીખવી

મક્કમ મનોબળ ધરાવતા માતાપિતાએ પોતાની મનોદિવ્યાંગ બાળકીને સાચવીને તેને નાની નાની બાબતો ચીવટપૂર્વક શીખવવાનું શરૂ કર્યું. શૈક્ષણિક પઝલો બાદ રંગોની ઓળખ કરાવી હેત્વીને ચિત્રોમાં ધીમે ધીમે રંગો પૂરવાની પ્રેક્ટિસ કરાવવામાં આવી. ફ્રી હેન્ડ પેઇન્ટિંગ કરવામાં આગળ વધેલી હેત્વીની એક યુ-ટ્યુબ ચેનલ ખોલવામાં આવી. તેમના ચિત્રોના વીડિયો અહીં અપલોડ કરવામાં આવે છે તેમજ અન્ય મનોદિવ્યાંગ બાળકોની સંસ્થાને વીડિયો મોકલીને અન્ય મનોદિવ્યાંગ બાળકોને પણ પ્રેરણા પૂરી પાડી ઉત્સાહમાં વધારો કરે છે.

હેત્વીએ અત્યાર સુધીમાં 250 ફ્રી હેન્ડ પેઈન્ટિંગ અને ક્રાફ્ટ બનાવ્યા

આશ્ચર્ય પમાડે તેવી વાત એ છે કે, હેત્વીએ અત્યાર સુધીમાં 250 ફ્રી હેન્ડ પેઇન્ટિંગ અને ક્રાફ્ટ બનાવ્યા છે, 50 શૈક્ષણિક પઝલ્સ ઉકેલી છે. આ ઉપરાંત તે 1 થી 100 અંગ્રેજી આંકડા અને ગુજરાતી સ્વર-વ્યંજન બોલી તેમજ વાંચી બતાવે છે. એક મહિના પહેલા જ ગુજરાત બુક ઓફ રેકોર્ડ્સમાં પોતાનું નામ અંકિત કરનાર ગુજરાતની પ્રથમ દિવ્યાંગ બાળકી તરીકે હેત્વી સિદ્ધિ હાંસલ કરી ચૂકી છે. ત્યારબાદ આગળ વધતા તેમણે મહત્તમ પ્રમાણપત્રો પ્રાપ્ત કરનારી મનોદિવ્યાંગ દિકરી તરીકે ઈન્ડિયા બુકમાં પણ રેકોર્ડ કરી બતાવ્યો છે.

આ પણ વાંચો: Vadodara : બરાનપુરામાં દરિયાઇ જીવની તસ્કરી ઝડપાઇ, વન વિભાગે દરોડા પાડતા કાચબા સહિત 23 દરિયાઈ જીવ મળી આવ્યાં

મુખ્યમંત્રીએ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગોલ્ડ મેડલ, અને મેમેન્ટો આપી કરાયુ સન્માન

આ સિદ્ધિ બદલ હેત્વીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ પ્રમાણપત્ર, ગોલ્ડ મેડલ, પેન, રેકોર્ડબુક, રેકોર્ડ કાર સ્ટીકર જેવા મોમેન્ટો ઉપરાંત રેકોર્ડ કિટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે જ ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે હેત્વીને વિશેષ અભિનંદન, આશીર્વાદ સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. મહિલા અને બાળ કલ્યાણ તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે ઈન્ડિયા બુક રેકોર્ડ્સ કીટ આપીને હેત્વીનું સન્માન કરવામાં આવ્યું હતું. હેત્વીના પ્રેરણાસ્ત્રોત એવા તેમના પિતા કે જે તેમના માર્ગદર્શક શિક્ષક પણ છે, તેઓ હવે દીકરી વર્લ્ડ રેકોર્ડ બનાવી વિશ્વમાં દેશનું નામ રોશન થાય તે માટે પ્રયત્નો કરી રહ્યા છે.

 વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
Trending Video: 1 કરોડ બંગડીઓથી બનેલા બાપ્પાને જોવા ભક્તોની લાગી લાઈન
Trending Video: 1 કરોડ બંગડીઓથી બનેલા બાપ્પાને જોવા ભક્તોની લાગી લાઈન
દેવભૂમિ દ્વારકા: ભાણવડ પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદ
દેવભૂમિ દ્વારકા: ભાણવડ પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદ
અમદાવાદમાં ધોધમાર વરસાદ: શેલા અને મકરબા પાણીમાં ગરકાવ
અમદાવાદમાં ધોધમાર વરસાદ: શેલા અને મકરબા પાણીમાં ગરકાવ
રાજકોટ અને ગોંડલમાં લાંબા વિરામ બાદ 'ધોધમાર વરસાદ'
રાજકોટ અને ગોંડલમાં લાંબા વિરામ બાદ 'ધોધમાર વરસાદ'
અમદાવાદમાં વરસાદથી નારોલ-નરોડા હાઈવે પર પાણી જ પાણી
અમદાવાદમાં વરસાદથી નારોલ-નરોડા હાઈવે પર પાણી જ પાણી
નડિયાદમાં 3 ઇંચ વરસાદથી જળબંબાકાર, મનપાના પ્રિ-મોન્સુન દાવાની પોલ ખુલી
નડિયાદમાં 3 ઇંચ વરસાદથી જળબંબાકાર, મનપાના પ્રિ-મોન્સુન દાવાની પોલ ખુલી
અમદાવાદમાં વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલ બસ ફસાઈ ખાડામાં
અમદાવાદમાં વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલ બસ ફસાઈ ખાડામાં
પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં 6 કલાકમાં 3થી 4 ઈંચ સુધી વરસાદ
પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં 6 કલાકમાં 3થી 4 ઈંચ સુધી વરસાદ
g clip-path="url(#clip0_868_265)">