વડોદરા વીડિયો: મહીસાગર નદીમાં રાયકા દોડકા ફ્રેંચવેલમાંથી દૂષિત પાણી ન છોડાયાનું સામે આવ્યુ, મનપાના વિપક્ષના નેતાને GPCBના રિપોર્ટ સામે જ શંકા
મનપાના વિપક્ષના નેતા અમી રાવતે કહ્યું કે કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવ્યું નથી, તો પછી પાણીની ગુણવત્તા તાત્કાલિક સુધરી કેવી રીતે ? જો પાણીમાં સુધારો થયાનો પાલિકાના અધિકારી દાવો કરે છે, તો તેનો સીધો મતલબ એમ થાય કે કેમિકલના કારણે જ મહીસાગર નદીનું પાણી દૂષિત થયું હતું.
વડોદરા : મહીસાગર નદીમાં રાયકા દોડકા ફ્રેંચવેલમાંથી દૂષિત પાણીના વિતરણ મામલે વિવાદ વધારે વકર્યો છે. GPCBના રિપોર્ટમાં પાણીમાં કોઈ કેમિકલ ન છોડાયાનું સામે આવ્યું છે. જે બાદ વડોદરા મનપાના વિપક્ષના નેતાએ GPCBના રિપોર્ટ સામે જ શંકા વ્યક્ત કરીને સવાલો ઉઠાવ્યા છે.
મનપાના વિપક્ષના નેતા અમી રાવતે કહ્યું કે કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવ્યું નથી, તો પછી પાણીની ગુણવત્તા તાત્કાલિક સુધરી કેવી રીતે? જો પાણીમાં સુધારો થયાનો પાલિકાના અધિકારી દાવો કરે છે તો તેનો સીધો મતલબ એમ થાય કે કેમિકલના કારણે જ મહીસાગર નદીનું પાણી દૂષિત થયું હતું અને મીડિયામાં અહેવાલો આવ્યા બાદ નદીના પાણીમાં કેમિકલયુક્ત કે પ્રદૂષિત પાણી છોડવાનું બંધ કરાયું હોય. વડોદરા મનપાના વિપક્ષના નેતાએ કેન્દ્ર સરકારની કોઈ એજન્સી પાસે તટસ્થ તપાસ કરાવવાની પણ માગણી કરી છે.
આ પણ વાંચો- ભરૂચ : ભગવાનના ફોટાવાળા ફટાકડાનું વેચાણ અટકાવવા હિન્દૂ સંગઠનની માંગ, કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
બીજી તરફ વિપક્ષી નેતાના આરોપને વડોદરા મનપાના પાણી-પુરવઠા અધિકારી અમૃત મકવાણાએ ફગાવ્યા અને કહ્યું કે પ્રાકૃતિક ફેરફારના કારણે પાણીમાં ફોલ્ટ સર્જાયો હતો. હવે ધીરે-ધીરે પાણીની પીળાશમાં ઘટાડો થઈ રહ્યો છે. જો કે પીળાશ પડતું પાણી સ્વાસ્થ્ય માટે હાનિકારક ન હોવાનું અધિકારીએ જણાવ્યું.
વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો