Shubman Gill Health Update : ટીમ ઈન્ડિયા માટે શુભમન ગિલને લઈ સારા સમાચાર, ડેન્ગ્યૂમાંથી રિકવર થઈને ગિલ અમદાવાદ પહોંચ્યો

Shubman Gill Health Update : ટીમ ઈન્ડિયા માટે શુભમન ગિલને લઈ સારા સમાચાર, ડેન્ગ્યૂમાંથી રિકવર થઈને ગિલ અમદાવાદ પહોંચ્યો

| Edited By: | Updated on: Oct 12, 2023 | 3:57 PM

શનિવારે યોજાનાર ભારત-પાકિસ્તાનની મેચ વચ્ચે ભારતીય ક્રિકેટ ટીમ માટે રાહતના સમાચાર આવ્યા છે.વિસ્ફોટક અને ઇન ફોર્મ બેટ્સમેન શુભમન ગિલ (Shubman Gill)નું સ્વાસ્થ્ય સુધારા પર છે.

ડેન્ગ્યૂમાંથી રિકવર થઈને ગિલ અમદાવાદ આવી પહોંચ્યા છે.પાકિસ્તાન સામેની મેચ પહેલા શુભમન ગિલ ટીમ ઈન્ડિયાને જોઈન કરશે. ટોપ ઓર્ડર બેટસમેન ગિલની વાપસીથી ટીમ ઈન્ડિયા મજબુત બનશે. કે ડેન્ગ્યૂના કારણે શુભમન ગિલે (Shubman Gill) શરૂઆતની 2 મેચ રમી શક્યો ન હતો. ત્યારે હવે એ જોવાનું રહેશે કે, શુભમન ગિલ ટીમ સાથે જોડાવવા અમદાવાદ તો પહોંચી ગયો છે પરંતુ તે પાકિસ્તાન વિરુદ્ધની હાઈવોલ્ટેજ મેચ રમશે કે નહિ તે હજુ જાણી શકાયું નથી.

આ પણ વાંચો : Wasim Akram love story : વસીમ અકરમ તેના કરતા 17 વર્ષ નાની વિદેશી યુવતીના પ્રેમમાં પડ્યો, શનેરા માત્ર સારી પત્ની જ નહીં પણ એક સારી માતા પણ છે

શુભમન ગિલ ડેન્ગ્યુના કારણે હજુ સુધી વર્લ્ડકપ 2023ની એક પણ મચે રમી શક્યો નથી. ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચની શરુઆત કરતા પહેલા ગિલ ડેન્ગ્યુનો શિકાર બન્યો હતો. તેના સ્થઆને ઈશાન કિશાનને સ્થાન આપવામાં આવ્યું હતુ. જ્યારે ટીમ અફધાનિસ્તાન વિરુદ્ધ મેચ રમવા ચેન્નાઈ પહોંચી તો શુભમન ગિલ ટીમ સાથે જોવા મળ્યો ન હતો. તે ચેન્નાઈની હોસ્પિટલમાં હતો. ત્યારે હવે ત્રીજી મેચ માટે બેટ્સમેન અમદાવાદ પહોંચી ગયો છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us