AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: હરે કૃષ્ણ મંદિર ભાડજ ખાતે રામનવમી મહોત્સવની ઉજવણી, જાણો ક્યારે કયા કાર્યક્રમો યોજાશે?

ઉત્સવ દરમિયાન ભકતો આખા દિવસ દરમ્યાન ઉપવાસ રાખે છે અને ભગવાન રામના પવિત્ર નામનું રટણ અથવા તો રામાયણ સાંભળીને ભગવાન શ્રીરામનું સ્મરણ કરે છે. ભકતો સંધ્યાકાળે ઉપવાસનુ વ્રત પુરું કરે છે.

Ahmedabad: હરે કૃષ્ણ મંદિર ભાડજ ખાતે રામનવમી મહોત્સવની ઉજવણી, જાણો ક્યારે કયા કાર્યક્રમો યોજાશે?
Hare Krishna Mandir Bhadaj
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 04, 2022 | 12:47 PM
Share

અમદાવાદ (Ahmedabad) માં ભાડજ ખાતે આવેલા હરે કૃષ્ણ મંદિર (Hare Krishna temple) ખાતે રામ નવમીના રોજ સાંજના 6.00 વાગ્યાથી શ્રીરામ જન્મોત્સવ ઉત્સવ ઉજવણી (Celebration) ની શરૂઆત થશે. શ્રીરામનવમી ઉત્સવ એ હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે ઉજવાતા ઉત્સવમાંનો એક મુખ્ય ઉત્સવ છે. ભકતો આખા દિવસ દરમ્યાન ઉપવાસ રાખે છે અને તેમના પવિત્ર નામનું રટણ અથવા તો રામાયણ સાંભળીને ભગવાન શ્રીરામનું સ્મરણ કરે છે. ભકતો સંધ્યાકાળે ઉપવાસનુ વ્રત પુરું કરે છે. આ ઉત્સવ દરમ્યાન હરે કૃષ્ણ મંદિર, ભાડજમાં ભગવાન શ્રી શ્રી રાધા માધવના શ્રીવિગ્રહોને ખાસ અંલકારથી શણગારવામાં આવશે. ઉત્સવ (Festival) ના વિશેષ ભાગરૂપે મંદિરમાં અતિસુંદર પુષ્પોથી સુશોભિત ભવ્ય રામ દરબારનું નિર્માણ કરવામાં આવશે.

સર્વોપરી શ્રી શ્રી રાધા માધવને ભવ્ય પાલકીમાં મંદિર પરિસરમાં વિહાર કરાવવામાં આવશે જયારે ભકતો ભગવાન શ્રીરામના પવિત્ર નામનું ગાન કરતા સંકિર્તન ગાઈને જોડાશે. ત્યાર બાદ ભક્તો “શ્રી રામ અષ્ટોત્તર શત્ નામ” નો મંત્રઘોષ કરતા “શ્રી રામ તારક યજ્ઞ” કરશે. યજ્ઞ પછી, મહામંગલા આરતી ઉતારવામાં આવશે. “શ્રી નામ રામાયણ” જેમાં સંપૂર્ણ રામાયણને ગીતરૂપે નિરૂપાવામાં આવી છે તેનું ભક્તો ગાન કરશે. હરે કૃષ્ણ મંદિર, ભાડજ આપ સૌને તા. 10 એપ્રિલ, 2022 ના રોજ ઉજવાઈ રહેલ શ્રી રામનવમી ઉત્સવમાં ભાગ લેવા માટે ભાવભર્યું આમંત્રણ આપે છે. ભગવાન શ્રી રામચંદ્ર જેઓ પોતે સર્વોપરી ભગવાન છે તેમની મહિમા (કિર્તીગાથા) ને સ્મરણ કરવાનો આ એક ખાસ અવસર છે.

‘રામનવમી’ એ ભગવાન શ્રીરામનો અયોધ્યાના રાજા દશરથ અને તેમના પત્ની કૌશલ્યાના ત્યાં થયેલ દિવ્ય અવતરણની યાદ અપાવે છે. તેમના દિવ્ય ગુણો અને કરેલ લીલાઓનું વર્ણન મહાન કવિ વાલ્મિકી દ્વારા રામાયણમાં કરવામાં આવ્યુ છે. રામનવમીના પવિત્ર દિવસે ભક્તો રામનવમી વ્રત રાખે છે અને ભગવાનની કૃપા મેળવવાનો પ્રયાસ કરે છે. સર્વ શક્તિમાન ભગવાન શ્રીકૃષ્ણએ ચૈત્ર માસમાં, પૂર્ણ રીતે ખીલતા ચંદ્રના નવમાં દિવસે (ચૈત્ર માસ શુકલ પક્ષ નવમી તિથિ) ભગવાન શ્રીરામ રૂપે અવતાર લીધેલ હતો. ભગવાન રામના સમગ્ર જીવનચરિત્રનું સ્મરણ કરવામાં આવશે.

ઉત્સવની વિગત

  • તારીખ અને દિન – 10 એપ્રિલ, 2022 રવિવાર
  • શુભ સ્થળ – હરે કૃષ્ણ મંદિર, ભાડજ, અમદાવાદ ડેન્ટલ કોલેજની સામે, સાયન્સ સીટી નજીક, અમદાવાદ.
  • દર્શન – સવારના ૭.૧૫ થી રાત્રીના 9.00 વાગ્યા સુધી
  • મહાસંકિર્તન તથા પાલકી ઉત્સવ – સાંજના 6.00 વાગ્યાથી
  • રામ તારક યજ્ઞ – સાંજે 7.00 વાગ્યે
  • મહા આરતી – રાત્રીના 85.30 વાગ્યે

આ પણ વાંચોઃ ગુજરાતના 10 હજારથી વધુ ડોક્ટરો હડતાલ પર, ઓપીડી અને ઈમરજન્સી સેવાઓ પર અસર

આ પણ વાંચોઃ નેશનલ હાઇવે ઓથોરિટીના જનરલ મેનેજર સહિત 9 અધિકારીઓ સામે સીબીઆઈની કાર્યવાહી, 22 સ્થળોએ દરોડા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">