Surat : અઠવામાં દીવાલ ધરાશાયી થતાં શ્રમિકનું મોત, મૃતકના પરિવારે કોન્ટ્રાકટર સામે કાર્યવાહીની કરી માગ, જુઓ Video

Surat : અઠવામાં દીવાલ ધરાશાયી થતાં શ્રમિકનું મોત, મૃતકના પરિવારે કોન્ટ્રાકટર સામે કાર્યવાહીની કરી માગ, જુઓ Video

| Edited By: | Updated on: Feb 21, 2025 | 2:43 PM

સુરતમાં ફરી એક વખત કોન્ટ્રાક્ટરની બેદરકારીએ એક શ્રમિકનો ભોગ લીધો છે. સેફ્ટીના સાધનો વગર જર્જરિત ઈમારત તોડવાની કામગીરી કરતા દરમિયાન દીવાલ ધરાશાયી થઈ હતી.જેમાં એક શ્રમિકને ગંભીર ઈજાઓ થઈ હતી.

સુરતના અઠવામાં દીવાલ ધરાશાયી થતા શ્રમિકનું મોત નિપજ્યું છે. મકાઈ પુલમાં જર્જરિત ઈમારત તોડતા દરમિયાન દુર્ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર સેફટી સાધનો વિના જ શ્રમિકો કામ કરી રહ્યાં હતા.

જર્જરિત દીવાલ ધરાશાયી થતા શ્રમિક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જેને તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા ત્યારે ડોકટરે શ્રમિકને મૃત જાહેર કર્યો હતો. મૃતકના પરિવારે કોન્ટ્રાકટર સામે કાર્યવાહીની માગ કરી છે. અઠવા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલ્યો છે.

દીવાલ ધરાશાયી થતાં શ્રમિકનું મોત

સુરતમાં ફરી એક વખત કોન્ટ્રાક્ટરની બેદરકારીએ એક શ્રમિકનો ભોગ લીધો છે. સેફ્ટીના સાધનો વગર જર્જરિત ઈમારત તોડવાની કામગીરી કરતા દરમિયાન દીવાલ ધરાશાયી થઈ હતી.જેમાં એક શ્રમિકને ગંભીર ઈજાઓ થઈ હતી.જોકે તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાતા ત્યાં હાજર તબીબોએ શ્રમિકને મૃત જાહેર કર્યો. ઘટનાને લઈ મૃતકના પરિવાર સહિત અન્ય શ્રમિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.