રાજકોટ મ્યુ. કોર્પો.ના રોડ-ઈજનેર વિભાગની અજાયબી, 2 ઈંચ વરસાદમાં બમ્પ-રોડ ગાયબ કરી દીધો !
રાજકોટ મહાનગરપાલિકાના રોડ અને ઈજનેર વિભાગના કારણે, દેશભરમાં મનપા હાંસીપાત્ર ઠર્યુ છે. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો. જે રાજકોટ શહેરનો હોવાનું કહેવામાં આવ્યુ હતું. વીડિયોમાં દાવો કરાયો હતો કે, વાહનોની ગતિ નિયંત્રણ માટે બનાવેલ બમ્પ વરસાદી પાણીમાં વહી ગયો છે.
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના રોડ-ઈજનેર વિભાગે અજાયબી દાખવી છે. રાજકોટમાં 2 ઈંચ પડેલા વરસાદમાં, રોડ ઉપર વાહનોના નિયંત્રણ માટે બનાવેલ બમ્પ વરસાદી પાણીના વહેણની સાથે વહેતો વીડિયોમાં દેખાયો હતો. આ ઘટનાની સોશિયલ મીડિયામાં ખુબ મજાક ઉડાડવામાં આવી હતી. હવે રાજકોટના સ્થાનિકો પણ તંત્રનો કાન આમળી રહ્યાં છે.
રાજકોટ મહાનગરપાલિકાના રોડ અને ઈજનેર વિભાગના કારણે, દેશભરમાં મનપા હાંસીપાત્ર ઠર્યુ છે. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો. જે રાજકોટ શહેરનો હોવાનું કહેવામાં આવ્યુ હતું. વીડિયોમાં દાવો કરાયો હતો કે, વાહનોની ગતિ નિયંત્રણ માટે બનાવેલ બમ્પ વરસાદી પાણીમાં વહી ગયો છે. ટીવી9ની ટીમે જ્યારે ઘટના સ્થળે જઈને તપાસ કરી તો જાણવા મળ્યું કે માત્ર બમ્પ જ નહીં પરંતુ રોડ પરનો ડામર-કપચી પણ વહી ગયા છે.
આ ઘટનાના પગલે રાજકોટના સ્થાનિકોનો ગુસ્સો સાતમા આસમાને છે. એકે કહ્યું કે મનપા જેમ મકાન-દુકાન-ઓફિસને સીલ કરે છે તેમ રાજકોટવાસીઓ મનપાની કચેરીને સીલ કરી દેશે. કેટલાકે કહ્યું કે, કાયમી નહીં કો કામચલાઉ ઉકેલ જરૂરી છે. માત્ર 2 ઈંચ વરસાદમાં રોડ કે બમ્પ તણાઈ જાય એ તો હદ જ કહેવાય. એક કે કહ્યું કે, રાજકોટને જરૂર છે વિશ્વ વિખ્યાત ઈજનેરની જે મનપાના રોડ-ઈજનેર વિભાગને શિખવાડી શકે.