Banaskantha : પાલનપુરમાં પોલીસ અને મહિલાઓ વચ્ચે ઘર્ષણ, બાયપાસ રોડના નિર્માણને લઈને વિરોધ, જુઓ Video
ગુજરાતમાં કેટલીક વખત જૂથ અથડામણની ઘટના બનતી હોય છે. ત્યારે ફરી એક વાર આવી જ ઘટના સામે આવી છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં આવેલા ચિત્રાસણી ગામમાં બાયપાસ રોડના નિર્માણને લઈને ખેડૂતો અને તંત્ર વચ્ચે ગંભીર વિવાદ સર્જાયો છે.
ગુજરાતમાં કેટલીક વખત જૂથ અથડામણની ઘટના બનતી હોય છે. ત્યારે ફરી એક વાર આવી જ ઘટના સામે આવી છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં આવેલા ચિત્રાસણી ગામમાં બાયપાસ રોડના નિર્માણને લઈને ખેડૂતો અને તંત્ર વચ્ચે ગંભીર વિવાદ સર્જાયો છે. આ વિવાદ 24 કિલોમીટર લાંબા બાયપાસ રોડના નિર્માણ માટે જમીન સંપાદનને લગતો છે.
ખેડૂતોનો મુખ્ય આરોપ છે કે સરકાર દ્વારા તેમને આપવામાં આવતું વળતર યોગ્ય નથી અને તેમની જમીનનો વધુ પ્રમાણમાં કબજો લેવામાં આવી રહ્યો છે. તેઓ જમીન આપવા તૈયાર છે, પરંતુ યોગ્ય અને વાજબી વળતરની માંગ કરી રહ્યા છે.
તંત્રએ ખૂંટ મારવાની કામગીરી હાથ ધરી
ખેડૂતોનું કહેવું છે કે બાયપાસ રોડ માટે 60 મીટર પહોળી જમીન જરૂરી છે, જ્યારે સરકાર 100 મીટર જમીન સંપાદન કરી રહી છે. આ વધારાની જમીન સંપાદનને લઈને તેઓ વિરોધ કરી રહ્યા છે. આ વિરોધ દરમિયાન મહિલા ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્ર જમીન માપણીની કામગીરી ચાલુ રાખી છે, પરંતુ ખેડૂતોનો વિરોધ યથાવત છે. ઘટના સ્થળ પર મોટી સંખ્યામાં પોલીસ બળ તૈનાત કરવામાં આવ્યું છે.
અનેક ખેડૂતોની જમીન સંપાદનમાં જતી હોવાનો દાવો
આ વિવાદનું નિરાકરણ લાવવા માટે સરકાર અને ખેડૂતો વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે. સરકારે ખેડૂતોને વળતરની રકમમાં વધારો કરવા અથવા જમીન સંપાદન ઓછું કરવાનો વિચાર કરી રહી છે. પરંતુ હાલ કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ મામલો હાલ ચાલી રહેલ છે અને તેના પરિણામોનો આગામી દિવસોમાં ખ્યાલ આવી શકશે. સરકાર અને ખેડૂતો વચ્ચે વાતચીત ચાલુ રહેશે તેવી શક્યતા છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
