Kutch: ભૂજમાં પત્નીએ પતિને જીવતો સળગાવ્યો, પતિએ પૈસા આપવાનો ઈનકાર કરતા હત્યા કરી, જુઓ Video

Kutch: ભૂજમાં પત્નીએ પતિને જીવતો સળગાવ્યો, પતિએ પૈસા આપવાનો ઈનકાર કરતા હત્યા કરી, જુઓ Video

| Edited By: | Updated on: Oct 13, 2025 | 1:06 PM

કચ્છ જિલ્લાના ભૂજમાં એક હૈયુ હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. એક પત્નીએ પોતાના પતિને જ  જીવતો સળગાવ્યો હોવાની માહિતી છે.  ભૂજના સામત્રા ગામે પૈસા માટે પત્નીએ પોતાના જ પતિને જીવતો સળગાવી દીધો. ગંભીર દાઝેલા પતિનું સારવાર દરમિયાન મોત થયુ છે. 

ઘટના કઇક એવી છે કે પૈસામાં અંધ બનેલી પત્ની એટલી હદે ગઈ કે, તેણે પતિને જીવતો જ સળગાવી દીધો. સામત્રા સામે શનિવારે સાંજે 5 વાગે ઘટના બની હતી. જ્યાં પતિએ પૈસા આપવાનો ઈનકાર કરી દેતા પત્ની ગુસ્સે ભરાઈ અને તેણે આંગણામાં આવેલા ગેરેજમાંથી જ્વલનશીલ પ્રવાહી પતિ પર છાંટીને દિવાસળી ચાંપી દીધી.. ગંભીર રીતે દાઝેલા પતિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આરોપી પત્નીની પોલીસે ધરપકડ કરી છે..

મૃતકને 3 દીકરા છે. જેમાંથી બે દિકરા વિદેશ રહે છે.  પહેલી પત્નીના મોત બાદ તેમણે બીજા લગ્ન કર્યા. દોઢ વર્ષ પહેલા જ તેમણે બીજા લગ્ન કર્યા હતા. જે બાદ પહેલી પત્નીના 18 તોલાના દાગીના બીજી પત્નીએ પચાવી પાડ્યા. આ સોનાના દાગીના અંગે વારંવાર બંને વચ્ચે ઝઘડો થતો હતો. 11 ઓક્ટોબરે ભૂજમાં લીધેલા મકાનના પૈસા ભરવા અંગે પણ માથાકૂટ થઈ હતી.  જે બાદ પત્નીએ તેમના પર કેરોસીન જેવું પ્રવાહી છાંટી દિવાસળી ચાંપી દીધી હતી. રવિવારની સાંજે વૃદ્ધે દમ તોડી દીધો હતો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો