Rajkot Rain : સગર્ભાની મદદે આવી 108 એમ્બ્યુલન્સ સેવા, જુઓ Video

|

Aug 28, 2024 | 11:31 AM

રાજકોટ જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્તો અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે. રાજકોટમાં સગર્ભાની મદદે 108 એમ્બ્યુલન્સ આવી છે.

રાજકોટ જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્તો અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે. રાજકોટમાં સગર્ભાની મદદે 108 એમ્બ્યુલન્સ આવી છે. ભારે વરસાદના પગલે સગર્ભાને હોસ્પિટલ સુધી પહોંચી શકાય તેવી સ્થિતિ ન હોતી જેના પગલે સગર્ભા મહિલાને 108 એમ્બ્યુલન્સમાં પ્રસુતિ કરાવી છે. જો કે પ્રસુતિ બાદ મહિલા અને બાળક સારવાર હેઠળ છે.

બીજી તરફ રાજકોટમાં ભારે વરસાદના કારણે સુરવો ડેમ ઓવર ફ્લો થયો છે. સુરવો ડેમના 3 દરવાજા દોઢ ફૂટ સુધી ખોલાય છે. સુરવો ડેમમાં 6,867 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. ડેમમાંથી 2,874 ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે. જેના પગલે થાણા, ગલોળ,ખજૂરી ગુંદાળા,ખીરસરા ગામોને એલર્ટ કરાયા છે. તેમજ સ્થાનિકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા માટે સૂચના આપવામાં આવી છે.

 

Published On - 11:30 am, Wed, 28 August 24

Next Video