Breaking News : ઉમરપાડામાં 15 જેટલા શ્વાને મહિલા પર કર્યો હુમલો, મહિલાનું દર્દનાક મોત,જુઓ Video

Breaking News : ઉમરપાડામાં 15 જેટલા શ્વાને મહિલા પર કર્યો હુમલો, મહિલાનું દર્દનાક મોત,જુઓ Video

| Edited By: | Updated on: Jul 08, 2025 | 2:02 PM

સુરતમાં શ્વાનોના આંતકના કારણે એક મહિલાનું કરુણ મોત નિપજ્યું છે. સુરતના ઉમરપાડામાં 15 જેટલા શ્વાને મહિલાને ફાડી ખાધી હોવાની ઘટના બની છે. મળતી માહિતી અનુસાર 40 વર્ષીય મહિલા પર 15 શ્વાને હુમલો કર્યો હતો.

ગુજરાતમાં દિવસે દિવસે શ્વાનનો આતંક વધી રહ્યો છે. ત્યારે બાળક ઘર બહાર રમતુ હોય કે મોટા ઉંમરના લોકો રસ્તા પરથી પસાર થતા હોય ત્યાર શ્વાને હુમલો કર્યોની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. આવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે. જેમાં મહિલાનું મોત થયુ છે.

મહિલા પર 15 શ્વાને કર્યો હુમલો

સુરતમાં શ્વાનોના આંતકના કારણે એક મહિલાનું કરુણ મોત નિપજ્યું છે. સુરતના ઉમરપાડામાં 15 જેટલા શ્વાને મહિલાને ફાડી ખાધી હોવાની ઘટના બની છે. મળતી માહિતી અનુસાર 40 વર્ષીય મહિલા પર 15 શ્વાને હુમલો કર્યો હતો. કુદરતી હાજતે ગયા વખતે શ્વાનોએ મહિલાને ઘેરી હતી. ત્યારબાદ શ્વાનોએ મહિલાને અસંખ્ય બચકાં ભરી લેતા મહિલાનું કરુણ મોત નિપજ્યું છે. પરિવારે શોધખોળ કર્યો બાદ મહિલાનો મૃતદેહ મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ઉમરપાડા તાલુકાના જોડવાન ગામમાં આ કરુણ ઘટના બની હતી. જ્યાં એક મહિલાને 15 જેટલા શ્વાને અસંખ્ય બચકા ભરી લેતા તેનું કરુણ મોત નિપજ્યું છે. જો કે મહિલા સમયસર ઘરે પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. શોધખોળ સમયે મહિલાનો મૃતદેહ મળ્યો હતો.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો