Ahmedabad : વાસણામાં યુવતીએ 14માં માળેથી ઝંપલાવતા મોત, આપઘાતનું કારણ અકબંધ, જુઓ Video

| Edited By: | Updated on: Nov 29, 2025 | 1:10 PM

ગુજરાતમાં દિવસે દિવસે આત્મહત્યાની ઘટનામાં વધારો થઈ રહ્યો હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. અમદાવાદના વાસણામાં યુવતીએ મોતની છલાંગ લગાવી છે. વાસણા ખાતે આવેલી સિદ્ધિવિનાયક આર્કેટના 14માં માળેથી યુવતીએ ઝંપલાવ્યું હતું.

ગુજરાતમાં દિવસે દિવસે આત્મહત્યાની ઘટનામાં વધારો થઈ રહ્યો હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. અમદાવાદના વાસણામાં યુવતીએ મોતની છલાંગ લગાવી છે. વાસણા ખાતે આવેલી સિદ્ધિવિનાયક આર્કેટના 14માં માળેથી યુવતીએ ઝંપલાવ્યું હતું. જો કે યુવતીએ ક્યાં કારણોસર આપઘાત કર્યો તેનું કારણ હજુ અકબંધ છે. ત્યારે આ ઘટના બનતા તાત્કાલિક ધોરણે સ્થાનિકો એકત્ર થયા હતા. તેમજ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણથતા તાત્કાલિક ધોરણે પોલીસ ઘટનાસ્થળ તપાસ હાથ ધરી હતી. પરંતુ યુવતીની ઓળખ થઈ ન હતી જેના પગલે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર યુવતી બહારથી આવીને સિદ્ધિવિનાયક આર્કેટના 14માં માળેથી યુવતીએ ઝંપલાવ્યું હતું. યુવતી આપઘાત કરતાં પહેલા CCTVમાં થઈ કેદ. મળતી માહિતી અનુસાર સિક્યુરિટીન કોમ્પલેક્ષ ઉપર જવાનું ના કહેવા છતા ઉપર ગઈ હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો