Navsari : ગુજરાતી હોરર ફિલ્મ જેવી ઘટી ઘટના, સગી જનેતાએ 2 પુત્રનો લીધો જીવ, જુઓ Video
નવસારીમાં સગી માતાએ ફૂલ જેવા બે દીકરાઓનું ગળું દબાવીને હત્યા કરી દેતા ચકચાર મચી ગઈ છે. આ ઘટના સાંભળી તમને જાણીતી ફિલ્મ ‘વશ’ની યાદ આવી જશે. કેમ કે ફિલ્મની જેમ માતાને સપનામાં આદેશ થયો કે 'તારાં બાળકોને મારી નાખ' તેણે આદેશ માની મધરાતે 2 પુત્રોની ગળું દબાવીને હત્યા કરી દીધી.
આજે દેશ એક તરફ બાળ દિવસની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે નવસારીમાં સગી માતાએ ફૂલ જેવા બે દીકરાઓનું ગળું દબાવીને હત્યા કરી દેતા ચકચાર મચી ગઈ છે. આ ઘટના સાંભળી તમને જાણીતી ફિલ્મ ‘વશ’ની યાદ આવી જશે. કેમ કે ફિલ્મની જેમ માતાને સપનામાં આદેશ થયો કે ‘તારાં બાળકોને મારી નાખ’ તેણે આદેશ માની મધરાતે 2 પુત્રોની ગળું દબાવીને હત્યા કરી દીધી. મહિલાએ પોલીસને જણાવ્યું છે કે તેણે પિતૃ મોક્ષ માટે તેણે આ જઘન્ય કૃત્ય કર્યું છે. આરોપીએ જણાવ્યું કે મને આવું કરવા અવાજો સંભળાતા હતા.
સપનામાં આદેશ મળતા માતાએ 2 પુત્રનો લીધો જીવ
મહિલાએ પુત્રોની હત્યા કર્યા બાદ સસરાને પણ મારવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે સસરા ઘરમાંથી ભાગી જતાં તેમનો જીવ બચી ગયો. સસરાએ જીવ બચાવી બૂમાબૂમ કરતા આસપાસના લોકો એકઠા થયા. ટોળું એકઠું થતા મહિલાએ ઘરનો દરવાજો બંધ કરી દીધો. આ સમય દરમિયાન પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ઘટના સ્થળે પોલીસ પહોંચ્યા બાદ દરવાજો તોડી જોયું તો મહિલા ગળે ફાંસો ખાઈ આપઘાત કરવાનો પ્રયાસ કરતી હતી. ત્યારે પોલીસે તેણે આપઘાત કરતા રોકી તેની અટકાયત કરી છે.
