રાજકોટમાં રૂવાંટા ઉભા કરતી ઘટના બની, પતિએ પત્નીની પથ્થર મારી કરી હત્યા,જુઓ વીડિયો

રાજકોટમાં રૂવાંટા ઉભા કરતી ઘટના બની, પતિએ પત્નીની પથ્થર મારી કરી હત્યા,જુઓ વીડિયો

| Edited By: | Updated on: Feb 27, 2024 | 12:05 PM

રાજકોટના અંબિકા ટાઉનશીપની શાંતિવન સોસાયટીમાં પથ્થર મારીને પતિએ પત્નીની હત્યા કરી હોવાની ઘટના બની છે. અંબિકા સિરોડી નામની મહિલાની તેના પતિએ જ પથ્થર મારી હત્યા કરી હતી. ઘટનાની જાણ થતા પોલીસે હત્યારા પતિની અટકાયત કરી તપાસ શરૂ કરી હતી.

રાજકોટમાં રૂવાંટા ઉભા કરતી ઘટના બની છે. રાજકોટના અંબિકા ટાઉનશીપની શાંતિવન સોસાયટીમાં પથ્થર મારીને પતિએ પત્નીની હત્યા કરી હોવાની ઘટના બની છે. અંબિકા સિરોડી નામની મહિલાની તેના પતિએ જ પથ્થર મારી હત્યા કરી હતી. ઘટનાની જાણ થતા પોલીસે હત્યારા પતિની અટકાયત કરી તપાસ શરૂ કરી હતી. જેમાં અનેક ખુલાસા થયા છે.

હત્યા બાદ પત્નીની લાશ સાથે પતિએ સેલ્ફી લીધી હતી. સેલ્ફી લીધા બાદ પતિએ પત્નીના મૃતદેહ સાથે વીડિયો પણ બનાવ્યો હતો. વીડિયોમાં પતિએ પત્નીના ચારિત્ર પર સવાલ ઉઠાવ્યા હતા. હત્યારો પતિએ જણાવ્યુ કે મારી પત્નીને મારા મિત્ર સાથે પ્રેમ સંબંધ હતો. અનેકવાર રોકવાનો પ્રયાસ કર્યો પણ ન માની.”મે કોઇ ભૂલ નથી કરી, મારી પત્નીએ મને હેરાન કર્યો” આ સાથે જ જણાવ્યુ કે “હું સામેથી આત્મસમર્પણ કરીશ, મને હાથકડી ન પહેરાવાય”. “મારી પત્ની ન માની તો મે એનું કામ પતાવી દીધું”

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો