અમદાવાદમાં ફુલ ગુલાબી ઠંડીની શરૂઆત, આગામી દિવસોમાં ઠંડી વધશે
અમદાવાદમાં ઠંડીની શરૂઆત સાથે જ વસ્ત્રાપુર, કાંકરિયા સહિતના વિવિધ લેકમાં લોકો ચાલતા જોવા મળ્યાં. જ્યારે ગાર્ડનમાં કેટલાક લોકો યોગ અને કસરત કરતા દેખાયા
અમદાવાદમાં(Ahmedabad)વહેલી સવારે ફુલ ગુલાબી ઠંડીનો(Winter)ચમકારો અનુભવાઈ રહ્યો છે. અમદાવાદમાં ઠંડીની શરૂઆત સાથે જ વસ્ત્રાપુર, કાંકરિયા સહિતના વિવિધ લેકમાં લોકો ચાલતા જોવા મળ્યાં. જ્યારે ગાર્ડનમાં કેટલાક લોકો યોગ અને કસરત કરતા દેખાયા. આ ઉપરાંત કેટલાક લોકો સ્વાસ્થ્યવર્ધક જ્યુસની પણ મજા માણતા જોવા મળ્યાં હતા.
ગુજરાતમાં(Gujarat)ચોમાસાની(Monsoon)વિધિવત વિદાય બાદ હવે શિયાળાનું(Winter)આગમન થવાના સંકેતો મળી રહ્યા છે. જેમાં આજે વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો.જેમાં હવે પવનની દિશા ઉત્તર તરફથી ઉત્તર-પશ્ચિમ તરફ થતાં શિયાળાનું આગમન થઈ ચૂક્યું છે. હવામાન વિભાગે(IMD)આગાહી કરતાં કહ્યું છે કે, અમદાવાદ સહિત ગાંધીનગર અને ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાન 36 અને લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી રહેશે.
હાલમાં ઉત્તરથી ઉત્તર-પશ્ચિમ તરફના પવન શરૂ થયાં છે. હવામાન વિભાગના સુત્રોનું કહેવું છે કે, આગામી દિવસોમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે. જેથી લોકોને કાતિલ ઠંડીનો સામનો કરવો પડશે. આગામી અઠવાડિયામાં જ ઠંડીનો ચમકારો અનુભવાશે. આ વખતે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં આકરી ઠંડી પડશે..ગાંધીનગર અને ઉત્તર ગુજરાતમાં આ વખતે ઠંડીનો ચમકારો વધુ અસરકારક રહેવાની પણ શક્યતાઓ છે.
આ પણ વાંચો : રાજકોટ મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડોકટરે આપઘાત કર્યો, આપઘાતનું રહસ્ય અકબંધ
આ પણ વાંચો : PM Awas Yojana: સરકારી યોજના હેઠળ ઘર બનાવવા માટે ત્રણ ગણી વધુ રકમ મળી શકે છે, જાણો શું છે સરકારી યોજના