આજનું હવામાન : આજે રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં ઘટાડો થવાની સંભાવના, જુઓ વીડિયો
આજે અમદાવાદ, આણંદ, ભાવનગર, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, જામનગર, મહીસાગર, પંચમહાલ, પોરબંદર સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે મંગળવારે રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં ઘટાડો થાય તેવી સંભાવના વ્યક્ત કરી છે. આજે અમદાવાદ, આણંદ, ભાવનગર, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, જામનગર, મહીસાગર, પંચમહાલ, પોરબંદર સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ આજે અમરેલી, ભરુચ, બોટાદ સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત તાપી, નવસારી, જુનાગઢ જેવા જિલ્લાઓમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે મંગળવારે અમદવાદ, જુનાગઢ, નર્મદા, તાપી, વડોદરા સહિતના જિલ્લાઓમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. આણંદ, અરવલ્લી, છોટાઉદેપુર, દાહોદ, ડાંગ, ગાંધીનગર, કચ્છ, મહેસાણા, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.
Latest Videos