Gujarat માં ઠંડીનો ચમકારો યથાવત, આ શહેરમાં સૌથી વધુ ઠંડી નોંધાઈ

|

Jan 13, 2022 | 8:20 AM

ગુજરાતમાં 5.4 ડિગ્રી તાપમાન સાથે કચ્છનું નલિયા(Naliya)રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. જ્યારે ગાંધીનગરમાં 8.2 ડિગ્રી, રાજકોટ અને ડિસામાં 9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

ગુજરાતમાં(Gujarat) ઠંડીનો ચમકારો(Cold Wave)યથાવત રહ્યો છે. જેમાં ઉત્તરાયણ આવતાની સાથે જે ઠંડીમાં પણ વધારો થયો છે.  જેમાં 5.4 ડિગ્રી તાપમાન સાથે કચ્છનું નલિયા(Naliya)રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. જ્યારે ગાંધીનગરમાં 8.2 ડિગ્રી, રાજકોટ અને ડિસામાં 9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હાલ ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી પડી રહી છે. તેમજ રાજસ્થાનના માઉન્ટ આબુમાં પણ માઈનસ 4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.અમદાવાદ સહિત રાજ્યનાં રાજ્યના શહેરોમાં તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો છે. ગુજરાતમાં બે-ત્રણ દિવસથી અસહ્ય ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. હજુ પણ બે દિવસ સુધી આવી જ કાતિલ ઠંડીનો અનુભવ કરવા ગુજરાતવાસીઓએ તૈયાર રહેવુ પડશે.

હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ સહિત રાજ્યભરમાં બે દિવસ ઠંડી યથાવત રહેશે. બે દિવસ બાદ ક્રમશઃ ઠંડીમાં ઘટાડો થશે

પોષ માસની કડકડતી ઠંડી શરૂ થઈ ગઈ હોય તેમ સમગ્ર રાજ્યમાં શીતલહેરનું મોજું ફરી વળ્યું છે. શિયાળો ખરેખરો જામ્યો હોય તેવો અનુભવ ગુજરાતીઓને થઇ રહ્યો છે. રાજ્યના અનેક શહેરમાં તાપમાનનો પારો ગગડ્યો છે. અમદાવાદમાં બે ત્રણ દિવસથી અસહ્ય ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. ઉત્તર ભારતમાં પહાડી વિસ્તારોમાં થયેલી હિમવર્ષને કારણે સમગ્ર રાજ્યમાં ઠંડા પવનોને કારણે કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. જેને કારણે સમગ્ર રાજ્યમાં કાતિલ ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે.

ઉત્તર ભારતમાં તાપમાન ગગડતાં તેની અસર મેદાની પ્રદેશો બાદ છેક ગુજરાત સુધી અનુભવાઈ રહી છે.રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધતા લોકોએ ઠંડીથી બચવાના ઉપાયો શરુ કરી દીધા છે. કેટલાક લોકોએ મોર્નિંગ વોક શરુ કરી દીધી છે. તો કેટલાક લોકોએ તાપણાનો સહારો લેવાનું પણ શરુ કરી દીધી છે.

આ પણ વાંચો : Vadodara : ડભોઇ એસ.ટી સ્ટેન્ડ પર કોવિડ નિયમો ભુલાયા, કોરોનાને ખુલ્લુ આમંત્રણ

આ પણ વાંચો :  Ahmedabad : વધુ 18 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકાયા

 

Next Video