AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : વધુ 18 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકાયા

Ahmedabad : વધુ 18 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકાયા

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 12, 2022 | 11:53 PM
Share

પશ્ચિમ ઝોનના નવા વાડજ, વાસણા, આંબાવાડી, રાણીપ અને નારણપુરાના 5 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકાયા છે. ત્યારે વધુ 103 ઘરોના 398 લોકોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે.

અમદાવાદ (Ahmedabad) શહેરમાં વધુ 18 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં (Micro Containment Zone)મુકાયા છે. જ્યારે 20 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરાયા છે. પશ્ચિમ ઝોનના નવા વાડજ, વાસણા, આંબાવાડી, રાણીપ અને નારણપુરાના 5 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકાયા છે. ત્યારે વધુ 103 ઘરોના 398 લોકોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે. અમદાવાદમાં માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા 182થી ઘટી 180 થઈ.

અમદાવાદમાં કોરોના મહાવિસ્ફોટની સ્થિતિ

ગુજરાતમાં મહિનાઓ બાદ એક દિવસમાં નોંધાતા કોરોનાના(Corona) કેસનો આંકડો 10 હજાર નજીક પહોંચ્યો છે. રાજ્યમાં એક દિવસમાં કોરોનાના કુલ 9 હજાર 941 કેસ નોંધાયા છે. તો 3 હજાર 449 દર્દી સાજા પણ થયા છે. અમદાવાદમાં કોરોનાનો મહાવિસ્ફોટ થઈ રહ્યો છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ 3 હજાર 843 કેસ નોંધાયા છે.

અમદાવાદમાં કોરોના સંક્રમણ રોજ નવા રેકોર્ડ બનાવી લોકો અને તંત્રની ચિંતા વધારી રહ્યો છે.અમદાવાદ શહેરમાં 3 હજાર 883 નવા કેસ નોંધાયા. જ્યારે 1637 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી. જો અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો 61 નવા કેસ સામે આવ્યા. જ્યારે 27 કોરોના દર્દી સારવાર બાદ સ્વસ્થ પણ થયા છે.

અમદાવાદ  મહાનગર કોરોના  સંક્રમણ વધતા મહાનગરપાલિકાએ દંડનીય કાર્યવાહી શરૂ કરી છે. મનપાની 180 જેટલી ટીમ દ્વારા શહેરભરમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. કોરોના ગાઈડલાઈનનું પાલન ના કરાતા 2449 લોકોને મનપાની ટીમે છેલ્લા 11 દિવસમાં ₹ 25.75 લાખનો દંડ ફટકાર્યો છે.સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનું પાલન ના થતા કતાર એરવેઝ અને વિદા ક્લિનિકને ₹ 1 લાખનો દંડ કર્યો છે.

આ પણ વાંચો : ગાંધીનગર : ગુજરાતની ગ્રામીણ નારીશક્તિને સ્વરોજગારથી આર્થિક આધાર આપવા GNFC અને GLPC વચ્ચે MoU

આ પણ વાંચો : ભાવનગર : GISFમાં ભરતી પ્રક્રિયામાં કૌભાંડના આક્ષેપને CEO આર.ડી.બરંડાએ ફગાવ્યા

 

g clip-path="url(#clip0_868_265)">