પરશોત્તમ રુપાલાએ જસદણમાં જાહેર મંચ પરથી કેમ કહ્યું- મારી ભૂલની સજા મોદીજીને કેમ ? જુઓ વીડિયો

|

Apr 26, 2024 | 10:05 PM

રાજ્યમાં ઠેર ઠેર ભાજપ સામે ક્ષત્રિયોના આક્રોશથી વ્યથિત થઈને આખરે પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને વિનંતિ કરી કે ભૂલ મે કરી છે તો વિરોધ મોદીજીનો શા માટે? રૂપાલાએ જસદણની સભા દરમિયાન ક્ષત્રિય સમાજને વિનંતિ કરી કે પીએમ મોદીનો વિરોધ ક્ષત્રિયો ન કરે.

રૂપાલા મામલે હાલ તો ભાજપ માટે કરે કોઇ અને ભરે કોઇ જેવો ઘાટ થયો છે. દિવસેને દિવસે રાજ્યભરમાં પ્રસરતા વિરોધ અને ભાજપ નેતાઓને સહન કરવા પડે છે. હવે આ મામલે ફરી એક વાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય આગેવાનોને નરમ વલણ અપનાવવા વિનંતિ કરી છે

રાજકોટના જસદણમાં ભાજપની સભામાં રૂપાલાએ PM મોદીની કાર્યનિષ્ઠા અને સમર્પણનો ઉલ્લેખ કરીને ક્ષત્રિય સમાજને અપીલ કરતા કહ્યુ કે, ભૂલ મેં કરી હતી, તો મોદીજીનો વિરોધ શા માટે? મારા લીધે આવુ ન કરો. રૂપાલાએ ફરી એકવાર પોતાની ભૂલ સ્વીકારતા કહ્યુ કે હું સ્વીકારુ છું મે ભૂલ કરી છે, તેની માફી પણ માગી છે. ક્ષત્રિય સમાજના દેશ અને ભાજપમાં યોગદાનને પણ રૂપાલાએ બિરદાવ્યું હતું. રૂપાલાએ વધુમાં કહ્યુ હતુ કે, ક્ષત્રિય સમાજને મોદીજી સામે ઉભો કરી નાખવો યોગ્ય નથી.

આ પણ વાંચો: ગીરસોમનાથના સાગર ખેડૂઓ માટે ‘બોટ થી વોટ’ના મંત્ર સાથે સ્થળથી જળ સુધી યોજાયુ મતદાન જાગૃતિ અભિયાન- જુઓ તસવીરો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video