AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જંત્રી એટલે શું ? ક્યાંથી જાણવા મળે જંત્રીના દર ? કેમ જંત્રી વધારવાના નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે, જુઓ Video

જંત્રીને લઈને ઘણા લોકો મૂંઝવણ અનુભવે છે. જંત્રી શું છે, તે કોણ નક્કી કરે છે, તે જાણવા માટે ક્યાં જવાનું વગેરે જેવા પ્રશ્નો લોકોને સતાવે છે. આ તમામ સવાલોના જવાબ જાણવા માટે, જુઓ અમારો આ ખાસ વીડિયો…

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 06, 2023 | 2:18 PM
Share

ગુજરાત સરકારે આજથી અમલમાં આવે તે રીતે જંત્રીના દરમાં બમણો વધારો કર્યો છે. રાજ્ય સરકારે જંત્રીમાં કરેલા વધારાને કારણે, બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલ વર્ગમાં નારાજગી જોવા મળી રહી છે. રાજ્યના વિવિધ શહેરના બિલ્ડર્સ એસોસિએશન, ગાહેડ અને ક્રેડાઈ જેવી સંસ્થાઓએ પણ આ મુદ્દે વિરોધનો સુર પોકાર્યો છે. ત્યારે જાણીએ કે જંત્રી એટલે શુ કેમ જંત્રીનો બમણો વધારો કરવા સામે વિરોધ છે. જંત્રીનો મૂળ હેતુ શો છે તેનાથી કોને ફાયદો થાય છે કેવી રીતે જંત્રી નક્કી થાય છે. આ તમામ બાબતો જાણવા વાંચો આ અહેવાલ અને જૂઓ આ વીડિયો.

જંત્રી એટલે શું…?

જંત્રી એટલે જમીન કે કોઇ પણ પ્રોપર્ટીના ખરીદ વેચાણ માટેને સરકાર દ્વારા નિર્ધારીત કરવામાં લઘુતમ ભાવ છે. જો તમારો વેચાણ દસ્તાવેજ જંત્રી દર કરતાં વધુ હશે તો જ સરકારી ચોપડે તમે તે મિલકતના માલિક તરીકે નોંધણી થશે. તે એક કાનૂની પુરાવો છે. જે નિશ્ચિત સમય વચ્ચે જમીન કે મિલકતનો દર દર્શાવે છે. જંત્રીના ભાવથી પ્રોપર્ટીનો દસ્તાવેજ કરતી વખતે કેટલી સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવવી અને કેટલો રજિસ્ટ્રેશન ચાર્જ ચૂકવવો તે નક્કી કરવામાં મદદ મળે છે. જંત્રીને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. ગુજરાતમાં આપણે જંત્રી કહીએ છીએ, તેને અન્ય રાજ્યોમાં સર્કલ રેટ અથવા રેડી રેકનર તરીકે પણ ઓળખવામાં આવે છે.

જંત્રીનો દર કોણ નક્કી કરે છે?

તો તમને જણાવી દઇએ કે, ગુજરાત સરકાર દ્વારા નિયમિત સમયાંતરે જંત્રીનો દર નક્કી કરવામાં આવે છે. જમીન અને મિલકતની બજાર કિંમતના આધારે નિયમિત સમયે સરકાર દ્વારા સમીક્ષા કરવામાં આવે છે અને ત્યારબાદ જંત્રીનો દર નક્કી થાય છે.

કેવી રીતે નક્કી થાય છે જંત્રીનો રેટ

જંત્રી નક્કી કરવા માટે વિવિધ પરિબળને ધ્યાને લેવામાં આવે છે. જેમકે, જમીન અને મિલકતનો પ્રકાર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લોકાલિટીને આધાર બનાવીને જંત્રીનો દર નક્કી કરવામાં આવે છે. આ સિવાય પ્રોપર્ટીની બજાર કિંમત પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પ્રોપર્ટીની માર્કેટ વેલ્યુ જેટલી વધારે હશે, જંત્રીનો રેટ પણ તેટલો વધારે થશે. જો રહેણાંક સંપત્તિ હોય તો જંત્રીનો રેટ ઓછો હોય છે જ્યારે ધંધાકીય સંપત્તિ માટે જંત્રીનો રેટ વધારે હોય છે. એટલે કે, ફ્લેટ, પ્લોટ, ઓફિસ સ્પેસ અને ઔદ્યોગિક વસાહતના જંત્રીના રેટ અલગ-અલગ હોય છે. જો આસપાસ શોપિંગ કોમ્પ્લેક્સ કે મોલ હોય, સારા રોડ-રસ્તા હોય, હોસ્પિટલ, સ્કૂલ, બાગબગીચા જેવી સવલતો હોય તેવા વિસ્તારનો જંત્રી રેટ ઊંચો હોય છે.

હવે આપણે જંત્રીની ફોમ્યુલા કેવી રીતે નક્કી થાય છે તે જાણીએ.

ગુજરાતમાં જંત્રીના રેટ નક્કી કરવા માટે પાડોશી રાજ્ય મહારાષ્ટ્રની પેટર્નનું અનુકરણ કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં દર વર્ષે જંત્રીના દર બદલવામાં આવે છે. જો બજાર કિંમતમાં સતત વધારો થતો રહે તો જંત્રીના દર વધે છે અને બજારમાં કોઈ નેગેટિવ ઇફેકટ આવે તો દરમાં ઘટાડો પણ થઈ શકે છે. ગુજરાતમાં ૨૦૦૬માં સર્વે કરાયેલી જંત્રીનો અમલ ૨૦૦૮માં થયો હતો. ૨૦૧૧માં ફરીથી સુધારો થયો અને કેટલીક ભૂલો સુધારવામાં આવી. વેલ્યુ ઝોનના આધારે જંત્રીનો રેટ નક્કી કરવામાં આવે છે.

ક્યાંથી જાણવા મળે જંત્રીનો દર

જંત્રીનો દર તમે ઓનલાઈન જાણી શકો છો. તમે ગરવી ગુજરાત કે મહેસૂલ વિભાગની વેબસાઈટ પર જશો, એટલે તમારે જે-તે શહેર, ગામ અને વિસ્તારની વિગતો નાખવાની રહેશે. આ વિગતો આપ્યા બાદ તમને જંત્રીનો રેટ જાણવા મળશે. તમને રહેણાંક, વાણિજ્યિક, ઔદ્યોગિક, બિન-પીયત, ખેતી-પીયત, બિનખેતીનો અને ખેતીલાયક વિસ્તારનો રેટ જાણવા મળશે. આ રેટ રૂપિયા પ્રતિ ચોરસ મીટરમાં હોય છે.

હવે આપણે એ જોઇએ કે કઇ કઇ વેબસાઇટ પરથી તમે જંત્રી જાણી શકો છો.

સૌથી પહેલાં જોઈએ, ગરવી ગુજરાતની વેબસાઈટ ગરવી ગુજરાતની સત્તાવાર વેબસાઇટ garvi.gujarat.gov.in ખોલો અને જંત્રી પર ક્લીક કરો. ત્યાર બાદ એક નવું પેજ ખુલશે જેમાં તમારે જિલ્લો, તાલુકો, ગામ, જમીનનો પ્રકાર અને સર્વે નંબરની વિગતો ભરવાની રહેશે. ત્યારબાદ Show Jantri પર ક્લીક કરવાથી જંત્રીની વિગતો મળી જશે.

બીજો વિકલ્પ છે, મહેસુલ વિભાગની વેબસાઈટ

મહેસુલ વિભાગની વેબસાઈટ revenuedepartment.gujarat.gov.in અહીં તમે jantari પર ક્લિક કરશો, એટલે ગુજરાતનો નકશો ખુલશે, જેમાં તમારે જિલ્લો, તાલુકો, ગામ, જમીનનો પ્રકાર અને સર્વે નંબર પસંદ કરવાનો રહેશે. અહીં તમને ગુજરાત સરકાર દ્વારા પ્રમાણિત જંત્રી દર મળી જશે.

ત્રીજો વિકલ્પ છે ઈ-ધરા કેન્દ્ર

તમે તાલુકા મામલતદારની કચેરીમાં આવેલી ઈ-ધરા કેન્દ્રની મુલાકાત લઈને પણ જંત્રીના દર મેળવી શકો છો. તમારે ઈ-ધરા કેન્દ્રમાં જઈને ઓપરેટરને અરજી સાથે જરૂરી દસ્તાવેજ આપવાના રહેશે. તમારે અરજીની સાથે સાથે નામ, સરનામું, પિતાનું નામ, આધાર કાર્ડ, મોબાઈલ નંબર, ઇ-મેલ આઇડી અને જમીન સાથેનો સંબંધ જેવી ડીટેલ આપવી પડશે. જમીનની વિગતોમાં સર્વે નંબર, જમીનનું સરનામું, જમીન માપન અને એકમ જેવી વિગતો આપવી પડશે. તમારી અરજીની મળતાની સાથે જ ફિલ્ડ સર્વેની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. સર્વે પછી અરજી કરનારને તેની જાણકારી આપવામાં આવશે.

કેટલું છે જંત્રીનું મહત્વ

જંત્રીનો ઉપયોગ ઘણી જગ્યાએ કરવામાં આવે છે. બેન્કમાંથી લોન લેવા માટે, લોન ક્રેડિટનો સમયગાળો વધારવા માટે, કોન્ટ્રાક્ટર તરીકે રજીસ્ટર કરવા માટે, ઇનકમ ટેક્સ ફાઈલ કરવા માટે, વિઝા મેળવવા માટે, આવકવેરા કે કેપિટલ ગેઇનના ફાઈલિંગ માટે તેનો ઉપયોગ થાય છે.

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">