Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું વીજળી બચાવવી એ દેશની સેવા સમાન

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું વીજળી બચાવવી એ દેશની સેવા સમાન

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2021 | 10:28 PM

ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે એક કાર્યક્રમને સંબોધતા કહ્યું કે દેશના તમામ નાગરિકોએ વીજળી, પાણી, લાકડા અને પેટ્રોલ-ડીઝલનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઇએ.

ગુજરાતના(Gujarat)ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીની તંગી(Power Crisis)વચ્ચે સીએમ ભૂપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel)ઈલેક્ટ્રિસિટીને( Electricity)લઈ લોકોને મહત્વની સલાહ આપી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે એક કાર્યક્રમને સંબોધતા કહ્યું કે વીજળી બચાવો એ દેશની સેવા સમાન કાર્ય છે. દેશના તમામ નાગરિકોને વીજળી, પાણી, લાકડા અને પેટ્રોલ-ડીઝલનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા મુખ્યપ્રધાને અપીલ કરી હતી. મુખ્યપ્રધાને કહ્યું કે પાણી અને વીજળી બચાવશો તો આગળની પેઢીઓનું ભવિષ્ય સારૂ થશે.

ગુજરાતના મુખ્યમંત્રી આ ઉપરાંત જણાવ્યું હતું કે પર્યાવરણની જાળવણી આપણી સૌની  જવાબદારી છે. જો નળમાંથી એક ટીપું પાણી આખું વર્ષ પડતું રહે તો 37 હજાર લીટર પાણી વેડફાય  છે. તેમજ મહાવીર ભગવાનના સમયમાં પણ કહેવામાં આવ્યું છે કે પાણીને ધીની જેમ વાપરજો. અત્યારે આપણે 10 રૂપિયાની બોટલ લઈને નીકળી છીએ તે સારી વાત છે પરંતુ તેને બચાવવાની વાત મગજમાં આવતી નથી. તમે જે વસ્તુ બચાવવાનો વિચાર કરશો તે દેશની ભલાઇ માટે છે .

સીએમ ભૂપેન્દ્ર પટેલે એમ પણ કહ્યું કે, કોરોનાએ આપણને પ્રાણવાયુનું મહત્વ સમજાવી દીધું છે અને લોકો વધુને વધુ વૃક્ષો પોતાના વિસ્તારોમાં, ઘરના આંગણમાં વાવતા થયા છે. હવે, આ ઇલેકટ્રીક વ્હીકલના ઉપયોગથી પણ કાર્બન ઉત્સર્જન અટકાવી પર્યાવરણ રક્ષા પણ કરી શકાશે.

આ પણ વાંચો : બનાસ નદીના પટમાંથી ગેરકાયદે રેતીનું ખનન કરતી પાંચ ટ્રક ઝડપાઇ, પોલીસે કાર્યવાહી હાથ ધરી

આ પણ વાંચો : DHOLERA : બાવળીયાળીમાં ખેડૂતોએ તિરંગા અને હાઈકોર્ટના આદેશ સાથે જમીન સંપાદનનો વિરોધ કર્યો

g clip-path="url(#clip0_868_265)">